AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એક રનની કિંમત 8.65 લાખ રૂપિયા… IPL 2026માં રિષભ પંતનો દરેક રન LSGને પડ્યો લાખોમાં

IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સિષભ પંતનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ રહ્યું નહોતું. IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી તરીકે રમતા રિષભ પંતે 14 મેચમાં માત્ર 312 રન બનાવ્યા હતા. તેના પગાર અને પ્રદર્શનની સરખામણી કરતાં તેનો એક રન LSG ને 8.65 લાખ રૂપિયામાં પડ્યો હતો.

Breaking News: એક રનની કિંમત 8.65 લાખ રૂપિયા... IPL 2026માં રિષભ પંતનો દરેક રન LSGને પડ્યો લાખોમાં
Rishabh PantImage Credit source: X
| Updated on: Jun 02, 2026 | 9:33 PM
Share

IPL 2026ની હરાજીમાં મળેલા કરારના આધારે રિષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી 27 કરોડ રૂપિયાનો પગાર મેળવી રહ્યો હતો. ફ્રેન્ચાઈઝીએ રિષભ પંત પર મોટી આશા રાખી હતી, પરંતુ મેદાન પર તે અપેક્ષાઓ પૂર્ણ થઈ શકી નહીં. બેટિંગ અને કેપ્ટનશીપ બંનેમાં રિષભ પંત પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો.

રિષભ પંતનું IPL 2026 માં ફ્લોપ પ્રદર્શન

રિષભ પંતે આખી સિઝનમાં 14 મેચ રમીને 312 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર એક જ અડધી સદી આવી હતી. મહત્વપૂર્ણ મેચોમાં રિષભ પંત મોટી ઇનિંગ ન રમી શક્યો અને ટીમને પણ નુકસાન સહન કરવું પડ્યું હતું. રિષભ પંતના ખરાબ પ્રદર્શનને લઈ ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

રિષભ પંતનો એક રન LSG ને 8.65 લાખમાં પડ્યો

જો રિષભ પંતના 27 કરોડ રૂપિયાના પગારને તેના 312 રનથી ભાગવામાં આવે તો દરેક રનની કિંમત અંદાજે 8,65,385 રૂપિયા થાય છે. આ આંકડો દર્શાવે છે કે IPL 2026 માં રિષભ પંતના દરેક રનનો ખર્ચ લખનૌ સુપર જાયન્ટ્સને લાખોમાં પડ્યો હતો. આ કારણસર સોશિયલ મીડિયા પર પણ તેની ભારે ચર્ચા થઈ રહી છે.

લખનૌ સુપર જાયન્ટ્સ IPL 2026ની છેલ્લા નંબરની ટીમ

લખનૌ સુપર જાયન્ટ્સ માટે ટીમ તરીકે પણ આ સિઝન નિરાશાજનક રહી હતી. ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમોમાં સામેલ હતી. સતત બીજા વર્ષે પ્લેઓફમાં ન પહોંચી શકવાથી ફ્રેન્ચાઇઝી પર પણ પ્રશ્નો ઊભા થયા હતા.

રિષભ પંતે લખનૌના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું

આ નિરાશાજનક અભિયાન બાદ રિષભ પંતે કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. હવે આગામી સિઝનમાં તે ખેલાડી તરીકે પોતાની છાપ ફરી મજબૂત કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સ પણ નવા નેતૃત્વ અને નવી રણનીતિ સાથે આગામી IPL માટે તૈયારીઓ શરૂ કરશે.

Breaking News: IPL 2026 ચેમ્પિયન બન્યા બાદ વૃંદાવન પહોંચેલા વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજ તરફથી ભેટમાં શું મળ્યું ?

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">