
IPL 2026માં આજે સિઝનના ક્વોલિફાયર 1 મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં GTએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે RCB આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RCB અને GT બંને ટીમ ક્વોલિફાયર 1 જીતી સીધા ફાઈનલમાં પહોંચવા પ્રયાસ કરશે.
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શુભમન ગિલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. વિકેટ સારી લાગે છે, આપણે જોયું છે અને આ મેદાનમાં બીજી ઇનિંગમાં થોડો ઝાકળ પડે છે, તેથી બોર્ડ પર સ્કોર જોઈને તેનો પીછો કરવાનો પ્રયાસ કરીશું. અમે ખરેખર સારું ક્રિકેટ રમી રહ્યા છીએ અને આશા છે કે અમે આમ કરવાનું ચાલુ રાખીશું. અમારી ટીમમાં એક ફેરફાર છે. અરશદ ખાનની જગ્યાએ કુલવંત ખેજરોલિયા આજની મેચમાં રમશે.
ટોસ હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે કહ્યું કે વિકેટ ખૂબ સારી દેખાય છે. બોલ બેટ પર સારી રીતે આવશે, તેથી મને લાગે છે કે તે 40 ઓવરમાં પહલા બેટિંગ કે બોલિંગથી ફરક નહીં પડે . અમે બોર્ડ પર મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરીશું અને ગુજરાતને દબાણમાં રાખીશું. પહેલી ક્વોલિફાયર છે, મને લાગે છે કે આ રમત જીત્યા પછી સીધા ફાઇનલમાં જવા માટે સારો મોકો છે. અમે આજની મેચમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અમે એક ફેરફાર કર્યો છે.
2⃣ contenders
1⃣ spot in the final up for grabs‘ – in #Qualifier1
Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets | @gujarat_titans pic.twitter.com/LRE3EVZXkW
— IndianPremierLeague (@IPL) May 26, 2026
વેંકટેશ અય્યર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રસિક સલામ દાર.
ઈમ્પેક્ટ સબ્સ: રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, કનિષ્ક ચૌહાણ, અભિનંદન સિંઘ, જોર્ડન કોક્સ.
સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (ડબ્લ્યુવિકેટકિપર વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઈમ્પેક્ટ સબ્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર.
Published On - 7:13 pm, Tue, 26 May 26