Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 26 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર થઈ રહી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા બેટિંગ કરશે.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
RCB vs DC
| Updated on: Apr 18, 2026 | 7:10 PM

IPL 2026માં આજે સિઝનના 26 મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં DCએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે RCB આ મેચમાં પહેલા બેટિંગ કરશે. DC આ સિઝનની પાંચમી જ્યારે RCB છઠ્ઠી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

અક્ષર પટેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અક્ષર પટેલે કહ્યું કે વિકેટ સરસ લાગે છે, દિવસની રમત હોવાથી, તે થોડી ધીમી હોઈ શકે છે. ઉપરાંત, ચિન્નાસ્વામી સામાન્ય રીતે રનચેઝ કરવાનું મેદાન માનવામાં આવે છે, તેથી અમે રન ચેઝ કરવા માંગીએ છીએ. અમે પહેલા બોલિંગ કરીશું. અમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

 

રજત પાટીદારે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે કહ્યું કે પહેલા બેટિંગ કરવાનો આનંદ છે કારણ કે અમે આ ટ્રેક પર પહેલા બેટિંગ કરવાનું જ વિચારી રહ્યા હતા. અમે પણ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી અને હોમ ગ્રાઉન્ડ પર જીતવા પ્રયાસ કરીશું.

 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, ફિલિપ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.

ઈમ્પેક્ટ સબ્સ: રસિક સલામ ડાર, વેંકટેશ અય્યર, જોર્ડન કોક્સ, મંગેશ યાદવ, વિકી ઓસ્તવાલ.

 

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકિપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ઔકિબ નબી ડાર, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.

ઈમ્પેક્ટ સબ્સ: વિપ્રાજ નિગમ, આશુતોષ શર્મા, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, નીતિશ રાણા.

Breaking News: IPLના 18 વર્ષ પૂર્ણ, જે મેદાન પર થઈ હતી શરૂઆત, આજે ત્યાં જ રચાશે ઈતિહાસ

Published On - 3:20 pm, Sat, 18 April 26

Follow Us