
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આઈપીએલ 2026ની ચેમ્પિયન બની છે. તેમણે સતત બીજી વખત ખિતાબ પર કબ્જો મેળવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 મેના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવી પોતાનો ખિતાબ ડિફેન્ડ કરી છે. આરસીબીએ આઈપીએલ 2026ની ટ્રોફી પણ રજત પાટીદારની કેપ્ટનશીપમાં જીતી હતી. પાટીદારે આરસીબીની આ જીતને 11 લોકોને સમર્પિત કરી છે. આટલું જ નહી તે આઈપીએલના ઈતિહાસનો ત્રીજો કેપ્ટન છે. જેમણે આઈપીએલની ટ્રોફી ડિફેન્ડ કરી છે.
હવે સવાલ એ છે કે, કોણ છે આ લોકો, રજત પાટીદાર જેમણે આરસીબીની જીત જેમના નામે કરી છે. તે 11 લોકો ગત વર્ષે બેંગ્લુરુમાં આરસીબીની વિક્ટ્રી પરેડ દરમિયાન મચેલી ભાગદોડમાં જીવ ગુમાવ્યો હતો. રજત પાટીદારે કહ્યું કે, આઈપીએલ 2026ની ટ્રોફીએ લોકોને સમર્પિત કરવા માંગે છે. જેમણે ગત વર્ષે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પાટીદારે કહ્યું આરસીબી માટે તે ચાહક ન હતા પરંતુ પરિવારના સભ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સતત બીજી વખત ચેમ્પિયન બનવા પર રજત પાટીદારે પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં કહ્યું એક શાનદાર અહેસાસ છે. ગત વર્ષની તમામ યાદો છો પરંતુ હજુ પ્રેઝેન્ટમાં રહેવા માંગુ છુ. તેમણે કહ્યું તેની પાસે શબ્દો નથી.
રજત પાટીદારે એ પણ જણાવ્યું કે, આઈપીએલ 2025ની જીતથી આઈપીએલ 2026ની જીત કેવી રીતે અલગ છે. તેના મુજબ આઈપીએલ 2025માં આરસીબી પર દબાવ હતો પરંતુ આ વખતે જીત મળી છે દબાવ વાળી નહી પુરો કોન્ફિડન્સ હતો.
RCBની સતત બીજી વખત ચેમ્પિયન બની રજત પાટીદારે પોતાનું નામ ઈતિહાસના પન્નામાં નોંધાવ્યું છે. તે આ લીગનો ત્રીજો કેપ્ટન બન્યો છે. જેમણે પોતાનો ખિતાબ ડિફેન્ડ કર્યો હોય. રજત પાટીદારની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ આઈપીએલ 2025 બાદ આઈપીએલ 2026નો ખિતાબ જીત્યો છે.
આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા 2 એવા કેપ્ટન રહ્યા હતા. જેમણે આઈપીએલમાં ટ્રોફી ડિફેન્ડ કરી હોય. ધોનીની કેપ્ટનશીપમાં સીએસકે સતત આઈપીએલ 2010 અને આઈપીએલ 2011નો ખિતાબ જીત્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે આ કારનામું આઈપીએલ 2019 અને 2020માં કર્યું હતુ.