
IPL 2026 Points Table : મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2026ની બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટથી હાર આપી છે. જીત સાથે પોતાના અભિયાનની શરુઆત કરી છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ 221 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પૂર્ણ કર્યો હતો. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 14 વર્ષ પછી પોતાની ઓપનિંગ મેચ જીતવામાં સફળ રહી હતી. તે પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમને પછાડી શકી નથી.
આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે યોગ્ય સાબિત થયો હતો કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલા બોલિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 220 રન બનાવ્યા હતા. અજિક્ય રહાણે 40 બોલમાં 67 રન બનાવ્યા હતા. તો અંગકૃષ રઘુવંશીએ 29 બોલમાં 51 રનની ઈનિગ્સ રમી હતી. ફિન એલેન પણ ફાસ્ટ શરુઆત કરી હતી. બીજી બાજુ મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુરે બધાને ચોંકાવી દીધા હતા. 4 ઓવરમાં 3 વિકેટ લઈ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને રાયન રિકલ્ટને તોફાની શરુઆત કરી હતી. રોહિત શર્માએ 38 બોલમાં 78 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 6 સિક્સ સામેલ છે. રાયન રિકલ્ટને 43 બોલમાં 81 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. બંન્ને મળી પહેલી વિકેટ માટે 148 રનની પાર્ટનરશઈપ કરી હતી. છેલ્લે હાર્દિક પંડયા અને તિલક વર્માએ ટીમની કમાન સંભાળી અને ટીમને જીત અપાવી હતી.
મેચ જીત્યા છતાં મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં આરસીબીથી આગળ નીકળી શકી નહી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પોતાની પહેલી મેચમાં નેટ રન રેટ (+2.907) સાથે 2 પોઈન્ટ મેળવ્યા હતા. તો મુંબઈનો નેટ રન રેટ 0.687નો રહ્યો હતો. બંન્ને ટીમોના 2-2 પોઈન્ટ છે પરંતુ NRR ના કારણે આરસીબીની ટીમ ટોપ પર છે. તો કોલકાતા અને હૈદરાબાદની ટીમ હજુ પોતાનું ખાતું ખોલી શકી નથી.