Breaking News : GTની હારે DCને કરાવ્યું નુકસાન, રાજસ્થાન રોયલ્સ બની નંબર 1 ટીમ

આઈપીએલના પોઈન્ટ ટેબલના સમીકરણ દરેક મેચમાં બદલી રહ્યું છે.દરેક મેચની સાથે ટીમ-આગળ પાછળ થઈ રહી છે. 4 એપ્રિલના રમાયેલી સીઝનની પહેલી ડબલ હેડર મેચ પછી રાજસ્થા રોયલ્સની ટીમ ફરી નંબર 1 બની છે. તો ચાલો જોઈએ પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ આગળ છે.

Breaking News : GTની હારે DCને કરાવ્યું નુકસાન, રાજસ્થાન રોયલ્સ બની નંબર 1 ટીમ
| Updated on: Apr 05, 2026 | 9:51 AM

IPL 2026 Points Table after RR vs GT match:આઈપીએલમાં 10 ટીમ રમી રહી છે. ત્યારે દરેક મેચ બાદ સમીકરણ પણ બદલાય રહ્યું છે. 4 એપ્રિલના રોજ આઈપીએલની 19મી સીઝનની પહેલી ડબલ હેડર મેચ પછી પોઈન્ટ ટેબલ અનોખું જોવા મળ્યું છે. દિલ્હી કેપિટલ્સ નંબર વન પરથી દૂર થયું છે. તો રાજસ્થાન રોયલ્સ ફરી નંબર વન બની ગઈ છે. પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ નંબર નું સ્થાન છીનવાનું કારણ ગુજરાત ટાઈટન્સ રહી છે. જે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 6 રનથી મેચ હારી હતી.

આઈપીએલ 2026માં પહેલી ડેબલ હેડર મેચ

આઈપીએલ 2026ની પહેલી ડેબલ હેડર મેચ શરુ થતાં પહેલા પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ નંબર વન પર હતી. રાજસ્થાન રોયલ્સ બીજા નંબર પર અને આરસીબી ત્રીજા સ્થાને હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ ચોથા સ્થાને છે. સીઝનની પહેલી ડબલ હેડર મેચ બાદ સમીકરણ કઈ રીતે બદલાયું ચાલો જોઈએ.

 

 

આઈપીએલની 19મી સીઝનની પહેલી ડબલ હેડર મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ દિલ્હી કેપિટલ્સ 6 વિકેટથી જીત્યું હતુ. પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાનથી પહેલા સ્થાને પહોંચી ગઈ હતી. તો ટોપ પર કબજો કરેલી પંજાબ કિંગ્સ બીજા નંબર પર આવી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ ત્રીજા સ્થાને આવી હતી પરંતુ દિલ્હી કેપિટલ્સને મળેલી જીત વધારે સમય સુધી ટકી શકી નહી.

GTની હારે DCને નુકસાન કરાવ્યું

4 એપ્રિલના રોજ ડબલ હેડરની બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સની હાર સાથે તે નંબર 1 પોઝિશનથી બીજા નંબર પર આવી હતી. ગુજરાત ટાઈટન્સને રાજસ્થાન રોયલ્સે તેના ઘર આંગણે 6 રનથી હરાવ્યું હતુ. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ ફરી નંબર વન પર આવી ગઈ છે.

સૌથી નીચે CSK

19મી સીઝનમાં પહેલી ડબલ હેડર મેચ હારનારી ટીમમાં મુંબઈ ઈન્ડિયન્સને એક સ્થાનનું નુકસાન થયું છે. તે 5માં નંબર પર આવી છે. તો ગુજરાત ટાઈટન્સની ટીમ 7માં નંબર પર છે. પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે ચેન્નાઈ સુપર કિંગ્સ છે. તો કોલકાતા નાઈટ રાઈડર્સ 9માં સ્થાને છે.

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us