
IPL 2026માં આજે સિઝનના 17 મા મુકાબલામાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RCB અને RR બંને આ સિઝનની ચોથી મેચ રમશે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રેયસ અય્યરે કહ્યું કે ટીમ પહેલા બોલિંગ કરશે જેથી પિચની સમજ મળે. છેલ્લી બે મેચમાં પણ આ વ્યૂહ સફળ રહ્યો છે. હવામાન પર નિયંત્રણ નથી, તેથી પરિસ્થિતિ મુજબ રમવું જોઈએ. ખેલાડીઓએ સ્વાભાવિક રમત રમવી અને એકબીજાને ટેકો આપવો જરૂરી છે. ટીમમાં માત્ર એક ફેરફાર છે, નેહલ વઢેરાની જગ્યાએ પ્રિયાંશ આર્ય રમશે.
Shades on in New Chandigarh
Predict #SRH‘s score in the powerplay ✍️
Updates ▶️ https://t.co/DUNkQi9YaV#TATAIPL | #KhelBindaas | #PBKSvSRH pic.twitter.com/gBxcp39Zam
— IndianPremierLeague (@IPL) April 11, 2026
ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના ઇશાન કિશને કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા. અમારી પાસે એક યુવાન ટીમ છે અને આશા છે કે, અમે યોજનાઓનો અમલ કરવાનો પ્રયાસ કરીશું, જે T20 ક્રિકેટમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે. ટીમમાં બે ફેરફારો છે. લિયામ લિવિંગસ્ટોન અને જયદેવ ઉનડકટની જગ્યાએ પ્રફુલ હિંગ અને સલીલ અરોરા રમશે.
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર/કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઈશાન મલિંગા.
ઈમ્પેક્ટ સબ્સ: જયદેવ ઉનડકટ, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, પ્રફુલ હિન્જ, કામિન્દુ મેન્ડિસ.
d up for the clash pic.twitter.com/3Cq4N82qPf
— Punjab Kings (@PunjabKingsIPL) April 11, 2026
પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેનસેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ઈમ્પેક્ટ સબ્સ: નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, હરપ્રીત બ્રાર.
Published On - 3:30 pm, Sat, 11 April 26