AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બે વર્ષ બેન્ચ પર બેઠો, હવે ખુલ્યું આ ખેલાડીનું નસીબ, ગુજરાત ટાઈટન્સ માટે કર્યું ડેબ્યૂ

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે પંજાબ કિંગ્સ સામેની તેમની પહેલી IPL 2026 મેચમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેણે ટીમમાં એક ખેલાડીનો સમાવેશ કર્યો જે છેલ્લે 2023 માં IPL માં રમ્યો હતો. બે વર્ષ બેન્ચ પર બેઠા બાદ ત્રીજા વર્ષે આ ખેલાડીનું નસીબ ખુલ્યું છે અને તેણે ગુજરાત ટાઈટન્સ માટે ડેબ્યૂ કર્યું છે.

Breaking News: બે વર્ષ બેન્ચ પર બેઠો, હવે ખુલ્યું આ ખેલાડીનું નસીબ, ગુજરાત ટાઈટન્સ માટે કર્યું ડેબ્યૂ
Glenn PhillipsImage Credit source: X
| Updated on: Mar 31, 2026 | 9:42 PM
Share

IPLમાં કોઈ ખેલાડીનું નસીબ ક્યારે ચમકશે તે આગાહી કરવી અશક્ય છે. ઘણીવાર ઘરેલું ક્રિકેટના યુવા ખેલાડીઓ આવતાની સાથે જ પોતાની છાપ છોડે છે. તો કેટલીકવાર ફેમસ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પણ આ લીગમાં ખરીદવામાં આવતા નથી, અને જો તેઓ હોય તો પણ તેમને રમવાની તક મળતી નથી. આવી જ કહાની ન્યુઝીલેન્ડના એક સ્ટાર ખેલાડીની પણ છે.

ગ્લેન ફિલિપ્સનું ગુજરાત ટાઈટન્સ માટે ડેબ્યૂ

ન્યુઝીલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ સતત બે સિઝન માટે બેન્ચ પર હતો અને હવે ત્રણ વર્ષ પછી તેને રમવાની તક આપવામાં આવી છે. હવે આ IPL 2026 માં પહેલી જ મેચમાં ગુજરાત ટાઈટન્સ માટે તેણે ડેબ્યૂ કર્યું હતું.

ફિલિપ્સ બે વર્ષથી રાહ જોઈ રહ્યો હતો

મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે IPL 2026 ની ચોથી મેચમાં ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ હાર્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો. ત્રણ વર્ષમાં પ્રથમ વખત ફિલિપ્સને IPL મેચમાં રમવાણી તક મળી છે. તે છેલ્લે IPL 2023 માં રમ્યો હતો, ત્યારે તે SRH માટે મેદાનમાં ઉતર્યો હતો. જોકે, SRH એ તેને આખી 2024 સિઝનમાં બેન્ચ પર બેસાડી રાખ્યો, અને તે એક પણ મેચ રમી શક્યો નહીં.

ગુજરાત ટાઈટન્સ માટે પહેલી મેચ

ફિલિપ્સ ન્યુઝીલેન્ડ ટીમ માટે નિયમિતપણે રમવાનું ચાલુ રાખ્યું, પરંતુ IPLમાં તેની તકોના અભાવે બધાને આશ્ચર્યચકિત કર્યા. IPL 2025 પહેલા મેગા ઓક્શનમાં ફિલિપ્સને ગુજરાત ટાઈટન્સ દ્વારા ₹2 કરોડના બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવ્યો હતો. જોકે, તે ગુજરાત ટાઈટન્સ માટે એક પણ મેચ રમ્યો ન હતો, કારણ કે તેને સિઝન શરૂ થયાના બે અઠવાડિયામાં ફિલ્ડિંગમાં ઈજા થઈ હતી અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

કિવી ઓલરાઉન્ડરની IPL કારકિર્દી

પરંતુ હવે કિવી ખેલાડીની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. ફિલિપ્સે 2021 માં IPL માં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તે રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. તેણે તે સિઝનમાં ત્રણ મેચ રમી હતી, જેમાં તેણે ફક્ત 26 રન બનાવ્યા હતા. IPL 2023 માં, તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પાંચ મેચ રમી હતી, જેમાં તેણે ફક્ત 39 રન બનાવ્યા હતા. હવે જ્યારે તેને બીજી તક આપવામાં આવી છે, ત્યારે ફિલિપ્સ તેના પ્રદર્શનમાં સુધારો કરવાની આશા રાખશે. જો તે ગુજરાત માટે તેની ડેબ્યૂ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે, તો તેને આખી સિઝન માટે તક મળવાની ખાતરી છે.

ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ 11

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">