Breaking News: મુંબઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 41 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બોલિંગ કરશે.

Breaking News: મુંબઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
MI vs SRH
| Updated on: Apr 29, 2026 | 7:33 PM

IPL 2026માં આજે સિઝનના 41 મા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં MIએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બોલિંગ કરશે. MI આ સિઝનની આઠમી અને SRH નવમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

હાર્દિક પંડ્યાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. હાર્દિક પંડ્યાએ કહ્યું કે વિકેટ સારી લાગે છે, મને નથી લાગતું કે ઝાકળ એક પરિબળ હશે, અમે પહેલા બેટિંગ કરી મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરીશું. અમે આજે પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કર્યા છે. ક્વિન્ટન ડી કોક, મિશેલ સેન્ટનર, રધરફોર્ડ અને ક્રિશ ભગતની જગ્યાએ રેયાન રિકલ્ટન, રોબિન મિન્ઝ, વિલ જેક્સ અને ટ્રેન્ટ બોલ્ટ આજની મેચમાં રમશે.

 

પેટ કમિન્સે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે અમે પહેલા બોલિંગ મળવાથી ખુશ છીએ. અમે છેલ્લી મેચમાં ટક્કરના મુકાબલામાં જીત મેળવી હતી અને આજની પિચ જોઈને પણ એવું જ લાગે છે કે આજે મજેદાર ટક્કર થશે. અમે ટીમમાં એક ફેરફાર કર્યો છે. શિવાંગ કુમારની જગ્યાએ હર્ષ દુબે આજની મેચમાં રમશે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

રેયાન રિકલ્ટન (વિકેટકિપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, એએમ ગઝનફર, અશ્વની કુમાર.

ઈમ્પેક્ટ સબ્સ: મયંક રાવત, રઘુ શર્મા, શાર્દુલ ઠાકુર, ક્રિશ ભગત, રાજ બાવા.

 

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, સલિલ અરોરા(વિકેટકિપર), નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ(કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ હિંજ, ઈશાન મલિંગા.

ઈમ્પેક્ટ સબ્સ: સ્મરણ રવિચંદ્રન, અનિકેત વર્મા, લિયામ લિવિંગસ્ટોન, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ.

Breaking News: મેચ દરમિયાન વેપિંગ કરતો વીડિયો વાયરલ થયા બાદ રાજસ્થાન રોયલ્સ કેપ્ટન સામે થશે કાર્યવાહી, BCCIએ માંગ્યો જવાબ

Published On - 7:13 pm, Wed, 29 April 26

Follow Us