Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, RCB પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 42 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા બેટિંગ કરશે.

Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, RCB પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
GT vs RCB
| Updated on: Apr 30, 2026 | 7:29 PM

IPL 2026માં આજે સિઝનના 42 મા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં GTએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે RCB આ મેચમાં પહેલા બેટિંગ કરશે. GT અને RCB બંને આ સિઝનની નવમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

શુભમન ગિલે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શુભમન ગિલે કહ્યું કે અમે હંમેશા રનનો પીછો કરવાનું પસંદ કરીએ છીએ. અમારા માટે બે પોઈન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેઓ ખરેખર સારું ક્રિકેટ રમી રહ્યા છે. તેથી આશા છે કે આજે ટક્કરની મેચ હશે. અમે પણ ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.

 

રજત પાટીદારે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે કહ્યું કે અમે પહેલા ફિલ્ડિંગ કરવાનું વિચારી રહ્યા હતા, પણ સાચું કહું તો મને લાગે છે કે IPLમાં બેટિંગ કરવા માટે સારી વિકેટો છે. અમે પહેલા બેટિંગ કરી બોર્ડ પર સારો સ્કોર બનાવીશું અને GTને દબાણમાં મુકીશું. અમે આજની મેચમાં ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, જેકબ બેથલ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.

ઈમ્પેક્ટ સબ્સ: રસિક સલામ દાર, જોર્ડન કોક્સ, મંગેશ યાદવ, વિકી ઓસ્તવાલ, વેંકટેશ અય્યર.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકિપર), જેસન હોલ્ડર, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, અર્શદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.

ઈમ્પેક્ટ સબ્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, નિશાંત સિંધુ, કુલવંત ખેજરોલિયા.

Breaking News: આઠમાંથી છ મેચમાં હાર, છતાં મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026માં પ્લેઓફમાં કરી શકે છે ક્વોલિફાય, આ રહ્યું સમીકરણ

Published On - 7:17 pm, Thu, 30 April 26

Follow Us