Breaking News: પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન

ક્રિકેટ મેચમાં એક ભૂલ મેચનું પરિણામ બદલી શકે છે. એવી જ એક ભૂલ પંજાબ કિંગ્સના સ્ટાર લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં કરી હતી. આ એક ભૂલથી પંજાબ કિંગ્સને 108 રનનું મોટું નુકસાન થયું હતું.

Breaking News: પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન
Yuzvendra Chahal
Image Credit source: X
| Updated on: Apr 16, 2026 | 9:46 PM

ક્રિકેટ મેચમાં એક ભૂલ આખી મેચનો રસ્તો બદલી શકે છે, અને પંજાબ કિંગ્સના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે  આવી જ ભૂલ કરી હતી. ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામે એક કેચ ડ્રોપ કર્યો જે તેની મોટી ભૂલ સાબિત થઈ અને પંજાબ કિંગ્સને 108 રનનું નુકસાન થયું.

ચહલે નમન ધીરનો આસાન કેચ છોડ્યો

યુઝવેન્દ્ર ચહલે માર્કો જેન્સેનના બોલ પર નમન ધીરનો એક આસાન કેચ છોડ્યો હતો, જેના પછી નમન ધીરે ડી કોક સાથે મળી સદીની ભાગીદારી કરી. જ્યારે નમન ધીરનો કેચ ડ્રોપ થયો ત્યારે તે ફક્ત 10 રન પર રમી રહ્યો હતો અને તેની અને ડી કોક વચ્ચેની ભાગીદારી ફક્ત 14 રનની હતી. નમન ધીરે યુઝવેન્દ્ર ચહલ દ્વારા આપવામાં આવેલા જીવનદાનનો ફાયદો ઉઠાવીને 29 બોલમાં અડધી સદી ફટકારી હતી.

 

નમન ધીર-ડી કોકની જોરદાર બેટિંગ

કોચ ડ્રોપ થયા બાદ નમન ધીર અને ડી કોકે મળીને પંજાબના બોલરોને બરબાદ ધોઈ નાખ્યા. કેચ ડ્રોપ કરનાર યુઝવેન્દ્ર ચહલની બંનેએ સૌથી વધુ ધુલાઈ કરી. ચહલની પહેલી ઓવરના પહેલા જ બોલ પર નમન ધીરે છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ ડી કોકે તે જ ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો. ચહલની ત્રણ ઓવરમાં ડી કોકે ત્રણ વધુ છગ્ગા ફટકાર્યા. આ બંને બેટ્સમેનોએ મળીને 68 બોલમાં 122 રન બનાવ્યા.

 

ડી કોકની સદી, ધીરની ફિફ્ટી

નમન ધીર અને ડી કોક વચ્ચે 122 રનની ભાગીદારીએ મુંબઈની ઈનિંગને બચાવી લીધી. મુંબઈની ટીમે માત્ર 2.2 ઓવરમાં 12 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મુંબઈએ નમન ધીરને પ્રમોટ કર્યો, અને તેણે ડી કોક સાથે મળીને પંજાબ કિંગ્સ સામે એક જોરદાર બેટિંગ કરી. નમન ધીરે 31 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા અને 50 રન બનાવ્યા. જ્યારે ડી કોકે શાનદાર સદી ફટકારી પંજાબના બોલરોની હાલત ખરાબ કરી હતી.

Breaking News: પંજાબના કિંગ અર્શદીપ સિંહે કર્યો કમાલ, IPL માં 100 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ

Follow Us