
IPL 2026 માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને-સામને ટકરાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાનારી આ મેચમાં બે ભાઈઓ પણ આમને-સામને જોવા મળશે. પરંતુ ભાઈઓ ટકરાય તે પહેલાં જ તેમની બહેને તેમના પર પ્રહાર કર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ રાહુલ ચહર અને દીપક ચહરની બહેન માલતી ચહર વિશે, જેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી બંને ભાઈની મજા લીધી છે.
દિપક ચહર IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે, જ્યારે રાહુલ ચહર CSKનો ભાગ છે. હવે બહેન માલતી ચહર કોને ટેકો આપવો તે અંગે મૂંઝવણમાં છે. જોકે, આ સિઝનમાં તેના ભાઈઓને રમવાની વધુ તકો મળી નથી, તેથી માલતીએ તેમની પરિસ્થિતિ પર કટાક્ષ કર્યો છે.
Tomorrow’s the big day! ❤️
I’ll always be cheering for you both! No matter what, even if you’re stuck on the bench @deepak_chahar9 @rdchahar1 #MIvsCSK #IPL2026 #Chahars pic.twitter.com/dYF2oBgi2H— Malti Chahar (@ChaharMalti) April 22, 2026
માલતી ચહરે તેના બે ભાઈઓ દીપક ચહર અને રાહુલ ચહર સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને મેચ દરમિયાનની ક્ષણને ખૂબ મોટી ગણાવી. ત્યારબાદ તેણીએ તેમના પર કટાક્ષ કરતા લખ્યું, “હું હંમેશા તમારા બંને માટે ઉત્સાહિત રહીશ. ભલે પછી તમે બંને બેન્ચ પર બેઠા હો”
આ બંને ભાઈઓને IPL 2026 માં રમવાની વધુ તક મળી નથી. રાહુલ ચહરે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માત્ર એક જ મેચ રમી છે, જેમાં તેણે ચાર ઓવરમાં 46 રન આપ્યા છે અને કોઈ વિકેટ લીધી નથી. દીપક ચહરે મુંબઈ ઈન્ડિયન્સ માટે ત્રણ મેચ રમી છે, જેમાં તેણે બેટથી છ રન બનાવ્યા છે અને બોલથી માત્ર એક વિકેટ લીધી છે.
MI vs CSK મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો બોલર દીપક ચહર ચેન્નાઈ સુપર કિંગ્સના ‘થાલા’ એમએસ ધોનીને મળે છે અને ધોનીને પગે લાગે છે. દીપક ચહર અને ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.