AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વૈભવ સૂર્યવંશીનો માસ્ટર શેફ અવતાર, રોટલી બનાવી જીત્યા ચાહકોના દિલ, વીડિયો વાયરલ

આઈIPLપીએલ 2026માં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી ચર્ચામાં રહેતો વૈભવ સૂર્યવંશી મેદાનની બહાર પણ છવાઈ ગયો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં તે રસોડામાં રોટલી બનાવતો જોવા મળે છે. “માસ્ટરશેફ વૈભવ” તરીકેનો તેનો આ રમૂજી અંદાજ ચાહકોને ખૂબ જ ગમી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થયો છે.

Breaking News: વૈભવ સૂર્યવંશીનો માસ્ટર શેફ અવતાર, રોટલી બનાવી જીત્યા ચાહકોના દિલ, વીડિયો વાયરલ
master chef Vaibhav SuryavanshiImage Credit source: X
| Updated on: May 12, 2026 | 9:10 PM
Share

IPL 2026માં પોતાની તોફાની બેટિંગથી ચર્ચામાં રહેલો રાજસ્થાન રોયલ્સનો યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી હવે એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો છે. ક્રિકેટ મેદાન બાદ હવે તેણે રસોડામાં હાથ અજમાવ્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં વૈભવ માસ્ટરશેફ બની રોટલી બનાવતો નજરે પડે છે. વૈભવના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સે શેર કર્યો વીડિયો

રાજસ્થાન રોયલ્સના સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં વૈભવ ખૂબ જ મજાકીય અંદાજમાં પોતાનો પરિચય “માસ્ટરશેફ વૈભવ” તરીકે આપે છે. તે કહે છે કે તેને માત્ર રોટલી બનાવતા આવડે છે અને તે પણ ખૂબ આત્મવિશ્વાસ સાથે. ત્યારબાદ તે રસોડામાં લોટ વણી રોટલી બનાવતો જોવા મળે છે.

રસોડામાં વૈભવનો માસ્ટર શેફ અવતાર

વીડિયોની સૌથી રસપ્રદ ક્ષણ ત્યારે આવે છે જ્યારે વૈભવ પોતાની બનાવેલી રોટલી બતાવીને ગર્વથી કહે છે, “આ તો મમ્મીની રોટલી કરતાં પણ વધારે ગોળ છે.” તેની આ નિર્દોષ વાતથી ચાહકોના ચહેરા પર હસી આવી જાય છે. સોશિયલ મીડિયા પર લોકો તેની મજેદાર સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

સૂર્યવંશીએ બનાવી રોટલી

રોટલી બનાવતી વખતે વૈભવ સૂર્યવંશીએ મજાકમાં કહ્યું કે તેણે “પાંડાના બે કાન પણ બનાવી દીધા છે.” જોકે, જ્યારે કોઈએ તેને “લિટ્ટી-ચોખા” વિશે પૂછ્યું ત્યારે તેણે ગુસ્સાવાળો ચહેરો બનાવ્યો, જે વીડિયોને વધુ મજેદાર બનાવી ગયો. ચાહકો હવે તેને “કિચન કિંગ” કહીને સંબોધી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

વૈભવ સૂર્યવંશીનો આ હળવો અને રમૂજી અંદાજ ચાહકોને ખૂબ ગમી રહ્યો છે. મેદાનની બહાર તેની સાદગી અને મસ્તીભર્યો સ્વભાવ લોકોના દિલ જીતી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને હજારો લોકો તેની પર કોમેન્ટ કરી રહ્યા છે.

IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો જલવો

ક્રિકેટ મેદાનમાં પણ વૈભવનો જલવો યથાવત છે. IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતા તેણે 11 મેચમાં 440 રન બનાવ્યા છે. 236ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટ સાથે તેણે 38 ચોગ્ગા અને 40 છગ્ગા ફટકારી સીઝનના ટોપ-5 રન સ્કોરર્સમાં સ્થાન મેળવ્યું છે.

Breaking News: અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે મજબૂત ટીમ મેદાનમાં ઉતારશે BCCI, બુમરાહને મળી શકે આરામ

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">