IPL 2026 શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, અને તમામ ટીમો પોતાની તૈયારીને અંતિમ સ્વરૂપ આપી રહી છે. આ વચ્ચે લખનૌ સુપરજાયન્ટ્સ ટીમે સિઝનની શરૂઆત પહેલા અયોધ્યામાં રામલલાના દરબારમાં પ્રાથના કરી હતી.
ટીમના કેપ્ટન રિષભ પંત અને માલિક સંજીવ ગોએન્કા એ રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કર્યા હતા. આ દરમિયાન ટીમના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા અને સૌએ સાથે મળી પૂજા-અર્ચના કરી હતી. આ રીતે આધ્યાત્મિક આશીર્વાદ સાથે લખનૌ સુપરજાયન્ટ્સ IPL 2026માં ધમાકેદાર શરૂઆત કરવા આતુર છે.
સંજીવ ગોએન્કાએ તેમના સોશિયલ મીડિયા પર આ અનુભવ શેર કરતા જણાવ્યું કે આ ક્ષણ તેમની માટે ખૂબ ખાસ હતી. તેમણે મંદિરની ભવ્યતા અને આધ્યાત્મિકતા વિશે ભાવુક સંદેશ લખ્યો અને ભગવાનના આશીર્વાદ માટે આભાર વ્યક્ત કર્યો.
Standing before Ram Lalla today, I was reminded that some moments are not planned, they are granted by the Almighty. The divinity, the grandeur, the craftsmanship of this place left me speechless. You receive darshan only when He calls you. Deeply grateful for this blessing. pic.twitter.com/RibFrEMVGg
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) March 21, 2026
લખનૌ ટીમ માટે IPL 2026 ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ગયા સિઝનમાં ટીમ અપેક્ષિત પ્રદર્શન કરી શકી નહોતી. મીની ઓક્શન બાદ ટીમે પોતાના સ્ક્વોડમાં ફેરફાર કરીને ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. હવે ટીમ નવી ઉર્જા સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે.
ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સ સામે 1 એપ્રિલે લખનૌ પોતાની પ્રથમ મેચ રમશે. ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ સામે મહત્વપૂર્ણ મુકાબલા થશે, જે ટીમના અભિયાન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ખાસ ધ્યાન કેપ્ટન રિષભ પંતના પ્રદર્શન પર રહેશે. ગયા સિઝનમાં તે બેટિંગમાં અપેક્ષા મુજબ સફળ રહ્યો નહોતા, પરંતુ આ વખતે તે વધુ જવાબદારી સાથે ટીમને આગળ લઈ જવાની તૈયારીમાં છે. ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંનેને તેમની પાસેથી મોટી અપેક્ષા છે.