
IPL 2026 માં લખનૌ સુપરજાયન્ટ્સનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. તેઓ રાજસ્થાન રોયલ્સ સામે 160 રનના લક્ષ્યાંકને પણ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા. લખનૌ 18 ઓવરમાં ફક્ત 119 રન જ બનાવી શક્યું. 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લેનાર જોફ્રા આર્ચરે રાજસ્થાનની જીતનો હીરો બન્યો. તેની દમદાર બોલિંગને કારણે લખનૌ સુપરજાયન્ટ્સને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. દરમિયાન, રાજસ્થાને પોતાની પાંચમી મેચ જીતી અને હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન, લખનૌ નવમા ક્રમે ફેંકાયું છે.
રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી. યશસ્વી જયસ્વાલે 12 બોલમાં ૨22૨ રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં માત્ર 8 રન બનાવ્યા. વિકેટકીપર ધ્રુવ જુરેલ પહેલા જ બોલ પર આઉટ થયો. કેપ્ટન પરાગે પણ 19 બોલમાં 20 રન બનાવ્યા. પરંતુ છઠ્ઠા નંબરે બેટિંગ કરી કરવા આવેલા રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં અણનમ 43 રન બનાવીને રાજસ્થાનને લડાયક સ્કોર આપ્યો.
લખનૌને ફક્ત 160 રનની જરૂર હતી, પરંતુ તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેમણે પ્રથમ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. પહેલા આયુષ બદોની 0 રન બનાવીને રન આઉટ થયો. કેપ્ટન પંત o રન બનાવીને આઉટ થયો, અને એડન માર્કરામ પણ રન બનાવવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ નિકોલસ પૂરને 22 રનનું યોગદાન આપ્યું. લખનૌ માટે ઓપનર મિશેલ માર્શે 55 રન બનાવ્યા, પરંતુ તેના આઉટ થવાથી લખનૌની જીતની આશા ખતમ થઈ ગઈ.
રાજસ્થાનના પાંચેય બોલરોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી. નાંદ્રે બર્ગરે 27 રન આપીને 2 વિકેટ લીધી. બ્રિજેશ શર્માએ 18 રન આપીને 2 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા અને બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી.
IPL 2026 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સે બીજા સ્થાને પહોંચી મોટી છલાંગ લગાવી છે. રાજસ્થાને સાત મેચમાં 10 પોઈન્ટ મેળવ્યા છે. પંજાબ કિંગ્સે છ મેચમાંથી પાંચ જીતીને પ્રથમ સ્થાને છે. RCB છ મેચમાં આઠ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સાત મેચમાંથી આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
Published On - 11:58 pm, Wed, 22 April 26