
IPL 2026 ની 50 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર મિશેલ માર્શે તોફાની ઈનિંગ રમી. તેણે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બોલરોને ધોઈ નાખ્યા હતા. તેણે મેચની શરૂઆતથી જ ઝડપી ઈનિંગ રમી અને તેની ટીમ માટે સૌથી ઝડપી સદી ફટકારી હતી. IPLમાં આ તેની બીજી સદી છે. મિશેલ માર્શે તેની પહેલી IPL સદી પણ લખનૌ માટે જ ફટકારી હતી, જે પાછલી સિઝનમાં આવી હતી.
વરસાદથી પ્રભાવિત આ મેચમાં મિશેલ માર્શે પણ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 49 બોલમાં 100 રન પૂરા કર્યા, જે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી દ્વારા સૌથી ઝડપી સદી હતી. તેણે આ સદીમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગા પણ ફટકાર્યા હતા. તેણે તોફાની બેટિંગ કરી અને RCBનો દરેક બોલર તેની સામે લાચાર દેખાતો હતો.
Raise that bat
And take a bow, Mitchell Marsh
A 2️⃣nd #TATAIPL ton to savour ✨
Updates ▶️ https://t.co/W0eDq9aWb7#KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/jsWQnrkglQ
— IndianPremierLeague (@IPL) May 7, 2026
Unleashed at Ekana pic.twitter.com/tuHWuQWWB0
— Lucknow Super Giants (@LucknowIPL) May 7, 2026
RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ આ નિર્ણય તેના બોલરો પર ઊંધો પડ્યો. મિશેલ માર્શે શરૂઆતની ઓવરોથી આક્રમક બેટિંગ કરી અને પાવરપ્લેમાં અડધી સદી ફટકારી. ત્યારબાદ માર્શે પોતાની લય જાળવી રાખી, લખનૌ સુપર જાયન્ટ્સ માટે બે સદી ફટકારનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો.
Published On - 10:09 pm, Thu, 7 May 26