Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 49 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરશે.

Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Lucknow Super Giants vs Royal Challengers Bengaluru
| Updated on: May 07, 2026 | 7:19 PM

IPL 2026માં આજે સિઝનના 49 મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે LSG આ મેચમાં પહેલા બેટિંગ કરશે. LSG અને RCB બંને આ સિઝનની દસમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રજત પાટીદારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે કહ્યું કે પિચ સારી દેખાય રહી છે અને અમે પહેલા બોલિંગ કરી લખનૌને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવાનો પ્રયાસ કરીશું. અમે આજે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો.

 

રિષભ પંતે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે કહ્યું કે 180-190 રન થશે તેવી વિકેટ લાગી રહી છે. અમારી ટીમમાં ત્રણ ફેરફાર છે. જોશ ઈંગ્લિસ, મોહસીન ખાન અને અવેશ ખાનની જગ્યાએ અરશિન કુલકર્ણી, દિગ્વેશ રાઠી અને શાહબાઝ અહેમદ આજની મેચમાં રમશે.

 

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

મિશેલ માર્શ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (વિકેટકિપર/કેપ્ટન), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, દિગ્વેશ સિંહ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ.

ઈમ્પેક્ટ સબ્સ: મયંક યાદવ, મુકુલ ચૌધરી, અબ્દુલ સમદ, મણીમરન સિદ્ધાર્થ, અવેશ ખાન.

 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ક્રૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રસિક સલામ ડાર, જોશ હેઝલવુડ.

ઈમ્પેક્ટ સબ્સ: જોર્ડન કોક્સ, ટિમ ડેવિડ, મંગેશ યાદવ, વિકી ઓસ્તવાલ, વેંકટેશ અય્યર.

Breaking News : યુઝવેન્દ્ર ચહલે ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીધી ! વીડિયો વાયરલ થતા જ મચી ગયો હંગામો

Published On - 7:05 pm, Thu, 7 May 26

Follow Us