Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 38 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
LSG vs KKR
| Updated on: Apr 26, 2026 | 7:17 PM

IPL 2026માં આજે સિઝનના 38 મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં LSGએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે KKR આ મેચમાં પહેલા બેટિંગ કરશે. GT અને CSK બંને આ સિઝનની આઠમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રિષભ પંતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

લખનૌ સુપર જાયન્ટ્સ ના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રિષભ પંતે કહ્યું કે અમે ફરીથી વિરોધી ટીમને હરાવવા માંગીએ છીએ અને બેટિંગ ગ્રુપ તરીકે જવાબ શોધવા માંગીએ છીએ. આજની મેચમાં અમે ફક્ત એક ફેરફાર કર્યો છે. મણિમરણ સિદ્ધાર્થની જગ્યાએ જ્યોર્જ લિન્ડે આજની મેચમાં રમશે.

 

અજિંક્ય રહાણેએ શું કહ્યું?

ટોસ હાર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવાનું વિચારી રહ્યા હતા. હાલમાં એ જોવું મહત્વપૂર્ણ છે કે અમે એક ટીમ તરીકે કેવી રીતે રમી રહ્યા છીએ. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી અને ગત મેચની જ પ્લેઈંગ ઈલેવન સાથે જ મેદાનમાં ઉતરીશું.

 

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

અજિંક્ય રહાણે(કેપ્ટન), ટિમ સીફર્ટ(વિકેટકિપર), કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.

ઈમ્પેક્ટ સબ્સ: મનીષ પાંડે, ફિન એલન, તેજસ્વી સિંહ, નવદીપ સૈની, વરુણ ચક્રવર્તી.

 

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

એડન માર્કરામ, મિશેલ માર્શ, રિષભ પંત(વિકેટકિપર/કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, મોહસીન ખાન.

ઈમ્પેક્ટ સબ્સ: હિંમત સિંહ, અક્ષત રઘુવંશી, અબ્દુલ સમદ, અવેશ ખાન, મણિમરણ સિદ્ધાર્થ.

Breaking News: ઋતુરાજ ગાયકવાડે સૌથી ધીમી અડધી સદી ફટકારી, CSKને 50 સુધી પહોંચતા લાગી 12 ઓવર

Published On - 7:06 pm, Sun, 26 April 26

Follow Us