
IPL ની 19 મી સિઝનની પાંચમી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થઈ રહી છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં DCએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે LSG આ મેચમાં પહેલા બેટિંગ કરશે. બંને ટીમોની આ સિઝનની પહેલી મેચ છે અને બંને ટીમો જીતથી આ સિઝનની શરૂઆત કરવા ઈચ્છશે.
ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે પહેલા બોલિંગ કરવાનો નિર્યણ લીધો હતો. અક્ષર પટેલે કહ્યું કે પહેલી મેચ, લાલ રંગની ફ્રેશ-મજબૂત વિકેટ છે અને પહેલી 6 ઓવરમાં મદદ કરી શકે છે. ડેટા કહે છે કે ઘણી બધી મેચ પહેલા બેટિંગ કરતી ટીમ જીતી જાય છે, પરંતુ અમને લાગ્યું કે આ પહેલી રમત છે તેથી અમે પણ બોલિંગ કરીશું. નિસાન્કા, મિલર, સ્ટબ્સ અને લુંગી એનગિડી અમારા ચાર વિદેશી ખેલાડીઓ છે જે આજની મેચમાં રમશે.
Intezaar khatam ✨ pic.twitter.com/Q4jf8CPZom
— Lucknow Super Giants (@LucknowIPL) April 1, 2026
ટીમમાં નવી ઉર્જા છે કારણ કે રંગ, લોગો અને માનસિકતા બદલાઈ છે. ગયા સિઝનમાંથી શીખ લઈને સુધારો કરવામાં આવ્યો છે. ઇજાઓની ચિંતા હવે ઓછી છે કારણ કે ખેલાડીઓ ફિટ છે. બોલરો તૈયાર છે અને ટીમ મેદાન પર પ્રભાવ પાડવા આતુર છે. અમારી પ્લેઈંગ ઈલેવનમાં ચાર વિદેશી ખેલાડી છે- એનરિચ નોર્ટજે, એઇડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન.
Super Giants mode: pic.twitter.com/CLolZxGzTF
— Lucknow Super Giants (@LucknowIPL) April 1, 2026
એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકિપર/કેપ્ટન), આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસીન ખાન, મોહમ્મદ શમી, એનરિચ નોર્ટજે, પ્રિન્સ યાદવ.
કેએલ રાહુલ (વિકેટકિપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
Published On - 7:05 pm, Wed, 1 April 26