Breaking News: 11 મેચ બેન્ચ પર બેઠેલા ખેલાડીને આખરે મળી તક, લખનૌ સામે CSK માટે ડેબ્યૂ કર્યું

LSG vs CSK: IPL 2026 ની 59મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક ઝડપી બોલરે ડેબ્યૂ કર્યું. આ ખેલાડી 11 મેચ બેન્ચ પર બેઠો હતો અને એક પણ મેચ રમી ન હતી. તે ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હતો. હવે તેને લખનૌ સામે CSK માટે રમવાની તક મળી હતી.

Breaking News: 11 મેચ બેન્ચ પર બેઠેલા ખેલાડીને આખરે મળી તક, લખનૌ સામે CSK માટે ડેબ્યૂ કર્યું
Spencer Johnson debut for CSK
Image Credit source: PTI
| Updated on: May 15, 2026 | 9:20 PM

IPL 2026 ની 59મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેમની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કર્યો, જેમાં એક નવો ખેલાડી મેદાનમાં ઉતર્યો. ઓસ્ટ્રેલિયન ડાબોડી ફાસ્ટ બોલર સ્પેન્સર જોહ્ન્સનને ચેન્નાઈની જર્સીમાં પહેલીવાર તક મળી છે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની ડેબ્યૂ મેચ છે. સ્પેન્સર જોહ્ન્સન અગાઉ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ માટે રમી ચૂક્યો છે.

સ્પેન્સર જોહ્ન્સનનું CSK માટે ડેબ્યૂ

ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં ઈજાગ્રસ્ત નાથન એલિસના સ્થાને સ્પેન્સર જોહ્ન્સનને 1.5 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. જોકે, જોહ્ન્સન પીઠની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હતો, જેના કારણે તે બિગ બેશ લીગમાં રમી શક્યો ન હતો. પરિણામે, તે IPL 2026 ની શરૂઆતની મેચોમાં ચેન્નાઈ માટે રમી શક્યો ન હતો. આખરે લખનૌ સામેની મેચમાં તેણે પોતાનું ડેબ્યૂ કર્યું.

 

ઓવરટનના સ્થાને જોહ્ન્સનને મળી તક

ઈજાને કારણે આખી સિઝન માટે બહાર રહેલા જેમી ઓવરટનના સ્થાને સ્પેન્સર જોહ્ન્સનને પ્લેઈંગ ઈલેવમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુર્જપનીત સિંહને પણ આ મેચમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેનો પ્લેઈંગ ઈલેવમાં સમાવેશ નથી થયો, પરંતુ તે એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી શકે છે. આ દરમિયાન, લખનૌ સુપર જાયન્ટ્સે પણ તેમની પ્લેઈંગ ઈલેવમાં ચાર ફેરફાર કર્યા છે. આકાશ સિંહ, મુકુલ ચૌધરી, શાહબાઝ અહેમદ અને અબ્દુલ સમદને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે.

 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવોલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, નૂર અહમદ, સ્પેન્સર જોન્સન, મુકેશ ચૌધરી.

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

મિશેલ માર્શ, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (વિકેટકિપર/કેપ્ટન), મુકુલ ચૌધરી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, મોહમ્મદ શમી, મયંક યાદવ, આકાશ મહારાજ સિંહ, પ્રિન્સ યાદવ.

Breaking News: IPL 2026 માં પહેલીવાર મળી તક, વિકેટ લીધા પછી ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી કર્યું સેલિબ્રેશન

Follow Us