
આઈપીએલ 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોતાની ત્રીજી મેચ લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ રમી રહી છે. આ હૈદરાબાદની પહેલી મેચ છે. આ મેચ માટે ટીમના કેપ્ટન ઈશાન કિશને પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. ટીમમાં એક વિસ્ફોટક બેટ્સેનની એન્ટ્રી થઈ છે. જેને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદે ઓક્શનમાં 13 કરોડની બોલી લગાવી હતી. આ ખેલાડી ગત્ત સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો ભાગ હતો. તેમજ આઈપીએલમાં ટીમ ચેમ્પિયન પણ બની હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદે આ મોટી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં 2 મોટા ફેરફાર કર્યા છે. હર્ષલ પટેલ અને લિવિંગસ્ટનની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી થઈ છે. લિવિંગસ્ટનને મેચનો ફિનિશર માનવામાં આવે છે. આ સાથે તે બોલિંગ પણ કરે છે. આ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે લિયમ લિવિંગસ્ટનની ડેબ્યુ મેચ હશે. લિવિંગસ્ટન દુનિયાભરમાં ટી20 લીગ રમે છે. તેમજ તેમને 340 મેચનો અનુભવ છે. આ ખેલાડીએ ટી20માં 28.00ની સરેરાશથી 7672 રન બનાવ્યા છે. તેના નામે 2 સદી અને 48 અડધી સદી છે. તેનો સ્ટ્રાઈક રેટ 144.70નો છે.
બોલિંગની વાત કરવામાં આવે તો. તેને 340 મેચનો અનુભવ છે. તેમજ કુલ 188 વખત બોલિંગ કરી 148 વિકેટ લીધી છે. 2 ઈનિગ્સમાં 4 વિકેટ લીધી છે. લિવિંગસ્ટનને આઈપીએલ કરિયરમાં 49 મેચની રહી છે. આ દરમિયાન તેમણે 1051 રન બનાવ્યાછે પરંતુ ગત્ત સીઝનમાં તે 8 ઈનિગ્સમાં માત્ર 16ની સરેરાશથી 112 રન બનાવ્યા હતા.
Uppal, meet your Risers who will take the field today pic.twitter.com/Or6H2WLUOl
— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2026
સનરાઇઝર્સ હૈદરાબાદ અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, લિયામ લિવિંગસ્ટોન, અનિકેત વર્મા, નીતિશ રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ.
લખનૌ સુપર જાયન્ટ્સ – મિશેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન), એડન માર્કરામ, નિકોલસ પૂરન, સિદ્ધાર્થ, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, અવેશ ખાન, પ્રિન્સ, દિગ્વેશ રાઠી.