
IPL ની 19 મી સિઝનની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે. બંને ટીમોની આ સિઝનની બીજી મેચ છે અને બંને ટીમો જીતવા પ્રયાસ કરશે.
ટોસ જીત્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. ફેરફાર અને સુધારાની હંમેશા જગ્યા રહે છે, છતાં છેલ્લી મેચમાં ઘણી સકારાત્મક બાબતો જોવા મળી. અહીં સામાન્ય રીતે ઘાસ અને વરસાદ ઓછો હોય છે, તેથી પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે. ઝાકળ વિશે સ્પષ્ટતા નથી કારણ કે પવન ફૂંકાઈ રહ્યો છે. 40 ઓવર રમવા માટે પરિસ્થિતિ સારી રહેશે. અમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈશાન કિશને કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચાર્યું હતું, પરંતુ હવે પહેલા બેટિંગમાં દમ બતાવશું. અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રયાસ કરીશું. મેદાનમાં કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહેવું જરૂરી છે. અમે અમારી ગેમ સિમ્પલ રાખીશું. અમે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. શિવાંગ કુમારને તક આપવામાં આવી છે, તેણે નેટમાં સારી બોલિંગ કરી છે.
— SunRisers Hyderabad (@SunRisers) April 2, 2026
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકિપર/કેપ્ટન), હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ, ડેવિડ પેન.
Unchanged for our first home fixture of TATA IPL 2026 pic.twitter.com/b0V4j4Yet0
— KolkataKnightRiders (@KKRiders) April 2, 2026
અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, સુનિલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, બ્લેસિંગ મુઝારાબાની.
Published On - 7:03 pm, Thu, 2 April 26