
IPL 2026માં આજે સિઝનના બારમા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે PBKS આ મેચમાં પહેલા બોલિંગ કરશે. બંને ટીમોની આ સિઝનની ત્રીજી મેચ છે અને બંને ટીમો જીતવા પ્રયાસ કરશે.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, KKRના બે મુખ્ય સ્પિનરો બહાર થઈ ગયા છે. સુનીલ નારાયણ બીમાર છે અને વરુણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત છે. તેમની જગ્યાએ નવદીપ સૈની અને રોવમેન પોવેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
Navdeep & Rovman come as we bat first pic.twitter.com/Yuu2RbQIfY
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2026
કોલકાતા નાઈટ રાઈડર્સ સિઝનની શરૂઆતથી જ ફાસ્ટ બોલરોની ઈજાઓના કારણે પરેશાન છે. એવામાં આજની મેચમાં ટીમમાં નવા સામેલ થયેલ ફાસ્ટ બોલરને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે. ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈની આજની મેચમાં કોલકાતા માટે ડેબ્યૂ કરી રહ્યો છે.
⚡ coming your way pic.twitter.com/I9XKGKcQmL
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2026
ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), રોવમેન પોવેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, નવદીપ સૈની, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.
કોલકાતા નાઈટ રાઈડર્સ ઈમ્પેક્ટ સબ્સ: બ્લેસિંગ મુઝારાબાની, મનીષ પાંડે, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી, સૌરભ દુબે.
UNCHANGED! Going with our winning combination for #KKRvPBKS! pic.twitter.com/9hCwStrpkc
— Punjab Kings (@PunjabKingsIPL) April 6, 2026
પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), કૂપર કોનોલી, નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
પંજાબ કિંગ્સ ઈમ્પેક્ટ સબ્સ: પ્રિયાંશ આર્ય, સૂર્યાંશ શેડગે, વિષ્ણુ વિનોદ, પ્રવિણ દુબે, હરપ્રીત બ્રાર.
Published On - 7:08 pm, Mon, 6 April 26