
IPL 2026 ની 60મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે આમને-સામને હતા. મેચ દરમિયાન બે ખેલાડીઓને ઈજા થઈ હતી, જેના કારણે તેમને મેદાન છોડીને જવું પડ્યું હતું. ગુજરાત ટાઇટન્સ ઓપનર સાઈ સુધરસન અને કોલકાતા નાઈટ રાઈડર્સ ફાસ્ટ બોલર મથીશા પથિરાણા બંનેને મેચ દરમિયાન મેદાન છોડવાની ફરજ પડી હતી, જેનાથી બંને ટીમોને મોટો ફટકો પડ્યો હતો.
આ મેચમાં ગુજરાત ટાઇટન્સ 248 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. પરંતુ ત્રીજી ઓવરમાં કાર્તિક ત્યાગીનો એક ઘાતક બોલ સુદર્શનની કોણીમાં વાગ્યો. તે પીડાથી કણસતો જમીન પર પડી ગયો. સારવાર લીધા પછી, તેણે રન પૂર્ણ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચ્યો ત્યારે તે પીડાથી જમીન પર પડ્યો અને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. તે સમયે સાઈ સુદર્શન 13 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો હતો. તે આ સિઝનમાં ગુજરાતનો સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે.
That looked painful, SaiSu. We hope you’re back soon. pic.twitter.com/anAZK7gw2z
— Gujarat Titans (@gujarat_titans) May 16, 2026
કોલકાતા નાઈટ રાઈડર્સને પણ તેમના બોલિંગ વિભાગમાં મોટો ઝટકો લાગ્યો. મથિશા પથિરાનાએ સિઝનની પોતાની પહેલી મેચ રમી, જે KKR માટે પણ તેની પહેલી જ મેચ હતી. KKR એ તેને હરાજીમાં ₹18 કરોડમાં ખરીદ્યો હતો. મથિશા પથિરાનાએ તેની પહેલી ઓવર સારી રીતે બોલ કરી, પરંતુ તેની બીજી ઓવરના પહેલા બોલ પર તે પીડામાં હોવાનું જણાતું હતું, જેના કારણે ફિઝિયોને મેદાન પર આવવાની ફરજ પડી. જોકે, મેદાન પર સારવાર લીધા પછી, તેણે એક ધીમો બોલ ફેંક્યો અને પછી તરત જ મેદાન છોડી દીધું.
Matheesha Pathirana’s comeback lasted just eight balls
After three months out with a calf injury, he walked off again with a suspected hamstring issue during KKR vs GT.
: Jiostar pic.twitter.com/7EC1etR7Mz
— CricTracker (@Cricketracker) May 16, 2026
કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનમાં ઘણા ખેલાડીઓની ઈજાઓનો સામનો કરી રહ્યું છે. આકાશ દીપ અને હર્ષિત રાણા આખી ટુર્નામેન્ટમાંથી બહાર છે. વરુણ ચક્રવર્તી પણ તાજેતરમાં ઈજામાંથી પાછો ફર્યો છે. હવે, મથિશા પથિરાનાની ઈજાએ ટીમની સમસ્યાઓમાં વધુ વધારો કર્યો છે.
Published On - 10:57 pm, Sat, 16 May 26