Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 60 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
KKR vs GT
| Updated on: May 16, 2026 | 7:48 PM

IPL 2026માં આજે સિઝનના 60 મા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં GTએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે KKR આ મેચમાં પહેલા બેટિંગ કરશે. KKR આ સિઝનની બારમી અને GT તેરમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શુભમન ગિલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. પીચ પર ભેજ છે, ગઈકાલે થોડો વરસાદ પડ્યો હતો, અમને આશા છે કે બીજી ઈનિંગમાં સુધારો થશે. અમે માનીએ છીએ કે બેટ્સમેન તમને મેચ જીતાડે છે, પરંતુ જો તમે ચેમ્પિયનશિપ જીતવા માંગતા છો તો તમારું બોલિંગ યુનિટ ફોર્મમાં હોવું જોઈએ અને સદભાગ્યે અમારા બોલરો બધા ફાયર કરી રહ્યા છે. કોઈપણ ટીમને હળવાશથી લેવાનો સમય નથી, અમે આગામી બે મેચ જીતવાની અને ટોચના બે સ્થાનો પર રહેવાની આશા રાખીએ છીએ. અમે ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.

 

અજિંક્ય રહાણેએ શું કહ્યું?

ટોસ હાર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે અમે પણ પહેલા ફિલ્ડિંગ કરવાનું વિચારી રહ્યા હતા.પ્લેઓફ માટે અમારે ત્રણ મેચ જીતવી પડશે અને પછી શું થાય છે તે જોવું પડશે. એક ટીમ તરીકે એ મહત્વનું છે કે આપણે ખરેખર સારું ક્રિકેટ રમી રહ્યા છીએ, પાંચમાંથી ચાર મેચ જીતી છે, કોમ્બિનેશન અને ખેલાડીઓ ખરેખર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે પહેલા બેટિંગ કરી મોટો સ્કોર કરી તેને ડીફેન્ડ કરીશું. આજની મેચમાં એક ફેરફાર છે. વરુણ ચક્રવર્તી આજે રમશે.

 

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), કેમરોન ગ્રીન, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે, કાર્તિક ત્યાગી.

ઈમ્પેક્ટ સબ્સ: રોવમેન પોવેલ, રમણદીપ સિંહ, તેજસ્વી દહિયા, મતિશા પાથિરાના, વૈભવ અરોરા.

 

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકિપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, રાહુલ તેવટિયા, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, ગ્લેન ફિલિપ્સ.

Breaking News: 11 મેચ, 8 ટીમ, 4 સ્થાન… કોણ થશે ક્વોલિફાય? જાણો IPL 2026 પ્લેઓફ સમીકરણ

Published On - 7:26 pm, Sat, 16 May 26

Follow Us