
ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, KKRના ઓપનર ફિન એલને ગુજરાતના બોલરોની જબરદસ્ત ધુલાઈ કરી દીધી. ક્રીઝ પર આવતા પહેલા બોલથી જ આક્રમક બેટિંગથી એલને ઈડન ગાર્ડન્સના મેદાનને સિક્સરથી હચમચાવી નાખ્યું. તેને યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ સારો સાથ મળ્યો.
ફિન એલને માત્ર 35 બોલમાં 93 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 10 જોરદાર છગ્ગાનો સમાવેશ થતો હતો. ગુજરાતના બોલરો સાઈ કિશોર અને અરશદ ખાન દ્વારા ફેંકવામાં આવેલી ઓવરોમાં એલને સતત છગ્ગા ફટકારતા KKRનો રન રેટ ખૂબ જ ઝડપથી વધ્યો. સાઈ કિશોરે એક ઓવરમાં 16 રન બનાવ્યા, જ્યારે અરશદ ખાને એક ઓવરમાં 22 રન આપ્યા.
21-ball FIFTY!
Finn Allen in full flow at Eden Gardens tonight
Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/pycsFYVDmk
— IndianPremierLeague (@IPL) May 16, 2026
બીજી તરફ, અંગક્રિશ રઘુવંશીએ 44 બોલમાં 7 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા, જ્યારે કેમરૂન ગ્રીને 28 બોલમાં 52 રનની આકમક ઈનિંગ રમી. કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરના અંતે માત્ર 2 વિકેટ ગુમાવીને 247 રનનો વિશાળ સ્કોર હાંસલ કર્યો. KKRનો રન રેટ (CRR) 12.35 રહ્યો.
Some 90s are for the team >>> pic.twitter.com/SLvQTBSM4l
— KolkataKnightRiders (@KKRiders) May 16, 2026