AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હાર્દિક પંડ્યાની ઉદારતા, ગ્રાઉન્ડ સ્ટાફને 10-10 લાખ રૂપિયાના ચેક આપી પોતાનું વચન પૂર્ણ કર્યું

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ નવી IPL સિઝન શરૂ થાય તે પહેલા વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને આ ખાસ ઈનામ આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ લગભગ 10-11 મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ સ્ટાફને 10-10 લાખ રૂપિયાના ચેક આપ્યા હતા. જોકે, તેણે આ ઈનામ આગામી આઈપીએલ સિઝન માટે નહીં, પરંતુ એક ખાસ કારણસર આપ્યું હતું.

Breaking News: હાર્દિક પંડ્યાની ઉદારતા, ગ્રાઉન્ડ સ્ટાફને 10-10 લાખ રૂપિયાના ચેક આપી પોતાનું વચન પૂર્ણ કર્યું
Hardik PandyaImage Credit source: PTI/X
| Updated on: Mar 27, 2026 | 3:38 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફક્ત તેની રમત માટે જ નહીં પરંતુ તેની જીવનશૈલી માટે પણ જાણીતો છે. મોંઘી ઘડિયાળોથી લઈને મોંઘી સ્પોર્ટ્સ કાર સુધી, હાર્દિક પંડ્યા તેના શોખ માટે ફેમસ છે. ઘણી વખત, મેદાનની અંદર અને બહાર તેના વર્તન માટે તેની ટીકા થઈ છે. જોકે, હાર્દિક પંડ્યા પણ એક દયાળુ વ્યક્તિ છે, અને આવું ઘણી વખત જોવા મળ્યું છે. જોકે, આ વખતે તેણે જે કર્યું તે ભાગ્યે જ જોવા મળે છે. હાર્દિકે એક ખાસ કારણસર મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને 10-10 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કર્યું.

હાર્દિક પંડ્યા ગ્રાઉન્ડ સ્ટાફને ઈનામ આપ્યું

અહેવાલો અનુસાર, IPL 2026 સિઝન શરૂ થાય તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ વાનખેડે સ્ટેડિયમમાં કામ કરતા લગભગ 10-11 મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ સ્ટાફને આ ચેક વહેંચ્યા હતા. પરંતુ જો તમે એવું વિચારી રહ્યો છો કે તેણે IPL દરમિયાન સારી પિચ તૈયાર કરવાના બદલામાં આ ચેક આપ્યા હતા, તો એવું બિલકુલ નથી. હાર્દિક પંડ્યાએ આ ચેક આપવા પાછળ તેણે આપેલું વચન છે.

હાર્દિકે દરેકને 10-10 લાખ રૂપિયાના ચેક આપ્યા

અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાએ ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોને 10-10 લાખ રૂપિયા આપ્યા, કારણ કે તેમણે થોડા સમય પહેલા ભારતીય ઓલરાઉન્ડરને મદદ કરી હતી. અહેવાલમાં જણાવાયું છે કે હાર્દિક પંડ્યા 2026ના T20 વર્લ્ડ કપ પહેલા વાનખેડે ખાતે તૈયારીઓમાં વ્યસ્ત હતો, અને આ સમય દરમિયાન, તે ઘણીવાર મોડી રાત સુધી પ્રેક્ટિસ કરતો હતો, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફને વધુ સમય સુધી રોકાઈ રહેવાની ફરજ પડી હતી. જોકે, તેમણે હાર્દિકની તૈયારીમાં કોઈ કસર છોડી ન હતી.

હાર્દિક પંડ્યાએ પોતાનું વચન પૂરું કર્યું

હાર્દિક પંડ્યાએ ગ્રાઉન્ડ સ્ટાફને પાછો મેદાનમાં આવશે ત્યારે ઈનામ આપવાનું વચન આપ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન આ વચન ભૂલ્યો નહીં અને તેનું પાલન કર્યું. મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન પછી હાર્દિક પંડ્યાએ પ્રેક્ટિસ દરમિયાન તેને મદદ કરનારા તમામ સભ્યોને ₹10 લાખના ચેક અર્પણ કર્યા. તે બધાએ હાર્દિક સાથે ફોટા પડાવ્યા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, અને દરેક વ્યક્તિ મુંબઈના કેપ્ટનની પ્રશંસા કરી રહ્યા છે.

Breaking News : 15 વર્ષ અને 15 ચેલેન્જ…. 15 વર્ષનો થયો વૈભવ સૂર્યવંશી, તેની સામે છે આ 15 ચેલેન્જ

Follow Us
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
g clip-path="url(#clip0_868_265)">