Breaking News: નવી ગર્લફ્રેન્ડ મળતા જ 6 મહિનામાં ખરીદી ચાર લક્ઝુરિયસ કાર, જાણો કોણ છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર?

સ્ટાર ખેલાડીઓ તેમની લક્ઝુરીયસ લાઈફના કારણે હંમેશા સમાચારમાં છવાયેલા રહે છે. ખાસ કરીને જ્યારે તેઓ મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદી છે ત્યારે ખૂબ ચર્ચા થાય છે. પણ શું તમે જાણો ટીમ ઈન્ડિયાનો એવો પણ એક સ્ટાર ખેલાડી છે જેણે નવી ગર્લફ્રેન્ડ મળ્યા પછી 6 મહિનામાં 4 લક્ઝુરિયસ કાર ખરીદી છે. જાણો કોણ છે સ્ટાર.

Breaking News: નવી ગર્લફ્રેન્ડ મળતા જ 6 મહિનામાં ખરીદી ચાર લક્ઝુરિયસ કાર, જાણો કોણ છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર?
team india
Image Credit source: X
| Updated on: Mar 30, 2026 | 3:34 PM

ટીમ ઈન્ડિયાના અનેક સ્ટાર ખેલાડીઓ પાસે બ્રાન્ડેડ ઘડિયાળ, જૂતા, કપડા, ચશ્માથી લઈ બ્રાન્ડેડ કારનું સ્પેશિયલ કલેક્શન છે. સ્ટાર ખેલાડીઓ આ મોંઘી વસ્તુઓ પોતાના માટે તો ખરીદે જ છે, પણ તેમના પ્રિયજનોએ ગિફ્ટમાં પણ આપે છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાને લક્ઝુરિયસ વસ્તુઓનો ખૂબ શોખ છે અને તેણે છ મહિનામાં ચોથી કાર ખરીદી છે. નવી ગર્લફ્રેન્ડ મળ્યા પછી 6 મહિનામાં આ તેની ચોથી લક્ઝુરિયસ કાર છે.

હાર્દિક પંડ્યાએ નવી કાર ખરીદી

હાર્દિક પંડ્યાએ ફરી એકવાર લક્ઝરી કાર પ્રત્યેના પોતાના જુસ્સાને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે માત્ર છ મહિનામાં પોતાની ચોથી લક્ઝરી કાર ખરીદી છે. આ વખતે, તેણે તાજેતરમાં લોન્ચ થયેલી કાર ખરીદી, જેનાથી તે પહેલો ભારતીય બની ગયો છે જેણે આ કાર ખરીદી છે. હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા સાથે કારની ડિલિવરી માટે પહોંચ્યો હતો.

નવી ગર્લફ્રેન્ડ મળતા જ 6 મહિનામાં ચોથી કાર

હાર્દિક પંડ્યાએ પોતાના કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ વી-ક્લાસ ઉમેરી છે. ખાસ વાત એ છે કે, હાર્દિક આ ન્યુ જનરેશન મર્સિડીઝ વી-ક્લાસ ધરાવનાર ભારતનો પ્રથમ વ્યક્તિ બન્યો છે. આ લક્ઝરી MPV (મલ્ટિ-પર્પઝ વ્હીકલ) ની કિંમત આશરે ₹1.4 કરોડ છે. આ કાર આરામદાયક મુસાફરી અને પ્રીમિયમ લક્ઝરી માટે જાણીતી છે, જેમાં સ્પેશિયસ ઈન્ટીરીયર, હાઈ એન્ડ ફીચર્સ અને શાનદાર કમ્ફર્ટ મળે છે.

 

હાર્દિક પંડ્યાને મોંઘી ગાડીઓનો શોખ

હાર્દિક પંડ્યાનું ગેરેજ પહેલાથી જ અનેક મોંઘી લક્ઝુરિયસ ગાડીઓથી ભરેલું છે. તેણે તાજેતરમાં જ આશરે ₹4 કરોડની કિંમતની લેન્ડ રોવર ડિફેન્ડર ખરીદી અને તે તેના દીકરાને ગિફ્ટ આપી હતી. આશરે ₹12 કરોડની કિંમતની ફેરારી 12-સિલિન્ડર પણ તેના કાર કલેક્શનનો ભાગ છે. તેણે ₹4.5 કરોડની કિંમતની લેમ્બોર્ગિની ઉરુસ પણ ખરીદી છે.

ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે કારની ડિલિવરી લીધી

હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે મર્સિડીઝ-બેન્ઝ વી-ક્લાસ કારની ડિલિવરી માટે પહોંચ્યો હતો, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા તે મહિકા શર્મા સાથે ફેરારી 12-સિલિન્ડર કારમાં પણ ફરતો જોવા મળ્યો હતો.

Breaking News: RR vs CSK મેચમાંથી 3 ખેલાડીઓ બહાર, IPL ઈતિહાસમાં પહેલીવાર આવું થશે

Published On - 3:33 pm, Mon, 30 March 26

Follow Us
Loading...
Unable to load recommendations.