
IPL 2026 દરમિયાન ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડીનો સિગારેટ પીતો વીડિયો સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જો કે, IPL 2026 દરમિયાન કોઈ ખેલાડીનો ધૂમ્રપાન કરતો આ પહેલો વીડિયો નથી. આ પહેલા યુઝવેન્દ્ર ચહલનો પણ આવો જ એક વીડિયો હેડલાઈન્સમાં ચમક્યો હતો.
ગુજરાત ટાઈટન્સનો જમણા હાથનો ફાસ્ટ બોલર કાગીસો રબાડા IPL 2026 માં ગુજરાત ટાઈટન્સનો ભાગ છે. તેનો ધૂમ્રપાન કરતો વાયરલ વીડિયો ક્યાંથી લેવામાં આવ્યો છે તે અમે ચોક્કસ કહી શકતા નથી. જો કે, તે હોટલ અથવા સ્ટેડિયમનો હોય તેવું લાગે છે, જ્યાં ફક્ત ખેલાડીઓ અને સ્ટાફને જવાની પરવાનગી છે. વીડિયોમાં, રબાડા આરામથી બેસીને સિગારેટ પીતો જોઈ શકાય છે.
KAGISO RABADA IS SMOKING !
– Kagiso Rabada was smoking and got caught on camera while doing so. At that moment, Rashid Khan and the rest of the staff came and asked him, “What is this?”
pic.twitter.com/kF65xT8Mxl— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 22, 2026
ગુજરાત ટાઈટન્સના બોલર કાગીસો રબાડા પહેલા પંજાબ કિંગ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો પણ આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ચહલ પોતાની બે સીટર BMW ચલાવતો અને કારમાંથી સળગતી સિગારેટ ફેંકતો જોવા મળે છે. એક ચાહકે ચહલને પોતાની કારમાંથી આવું કરતો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ વાયરલ વીડિયો માટે ચહલની ભારે ટીકા થઈ હતી.
હવે, એ જ રીતે, ગુજરાત ટાઈટન્સના રબાડાનો વીડિયો પણ સામે આવ્યો છે. IPL 2026 માં કાગીસો રબાડાના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે અત્યાર સુધી રમાયેલી છ મેચમાં કુલ 10 વિકેટ લીધી છે. રબાડા સારા ફોર્મમાં છે અને આગામી મેચોમાં ગુજરાતને પ્લેઓફના પહોંચાડવામાં રબાડાની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે.