Breaking News: વૈભવ સૂર્યવંશી સતત બીજી વખત સદી ચૂકી ગયો, રેકોર્ડ તોડ્યા, દિલ પણ તૂટી ગયું

IPL 2026 એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશી ત્રણ રન માટે સદી ચૂકી ગયો હતો અને હવે ક્વોલિફાયર 2 માં ગુજરાત ટાઈટન્સ ચાર રન માટે સદી ચૂકી ગયો. સતત બે મેચમાં વૈભવ સદી ફટકારવાથી સહેજ માટે રહી ગયો. ગુજરાત ટાઇટન્સ સામે સૂર્યવંશી 47 બોલમાં 96 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા પણ સદી ચૂકી જતા તેનું દિલ તૂટી ગયું હતું.

Breaking News: વૈભવ સૂર્યવંશી સતત બીજી વખત સદી ચૂકી ગયો, રેકોર્ડ તોડ્યા, દિલ પણ તૂટી ગયું
Vaibhav Suryavanshi
Image Credit source: X/IPL
| Updated on: May 29, 2026 | 9:58 PM

વૈભવ સૂર્યવંશી સાથે ફરી એકવાર જેનો ડર હતો તે જ થયું. વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર તોફાની ઇનિંગ રમી પણ ફરી એકવાર તે સદી ચૂકી ગયો હતો. એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 97 રન બનાવીને આઉટ થયેલો વૈભવ સૂર્યવંશી IPL 2026 ના ક્વોલિફાયર-2 માં 96 રન બનાવીને આઉટ થયો હતો. સતત બીજી મેચમાં વૈભવ સૂર્યવંશી સદી ચૂકી ગયો હતો.

વૈભવ સૂર્યવંશી સદી ચૂકી ગયો

આશ્ચર્યજનક વાત એ છે કે વૈભવ સૂર્યવંશી ફરી એકવાર તે જ વિસ્તારમાં આઉટ થયો હતો જ્યાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઉટ થયો હતો. આ વખતે પણ વૈભવ સૂર્યવંશીએ થર્ડ મેન એરિયા તરફ શોર્ટ બોલ પર શોટ રમ્યો અને કેચ આઉટ થયો. કાગીસો રબાડાના બોલ પર પ્રસિદ્ધ કૃષ્ણાના હાથે વૈભવ સૂર્યવંશી આઉટ થયો હતો.

 

ચાર મેચમાં ત્રીજી સદી ના ફટકારી શક્યો

વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં અસાધારણ રીતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તે IPL 2026 માં ત્રણ વખત સદી ચૂકી ગયો છે. વૈભવ સૂર્યવંશી તેની છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રણ વખત સદી ચૂકી ગયો છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 93 રન, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 97 રન અને હવે તે ગુજરાત ટાઈટન્સ સામે 96 રન બનાવીને આઉટ થયો છે.

 

વૈભવ સૂર્યવંશીએ ઘણા રેકોર્ડ તોડ્યા

વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં 700 રન પૂરા કર્યા હતા અને તે IPL ઇતિહાસમાં એક જ સિઝનમાં સૌથી ઝડપી 700 રન પૂરા કરનાર ખેલાડી બન્યો હતો. IPL 2026 માં તેણે 16 ઇનિંગ્સમાં 48.50 ની સરેરાશથી 237.31 ના સ્ટ્રાઇક રેટ સાથે 776 રન બનાવ્યા છે. આ સિઝનમાં વૈભવ સૂર્યવંશીએ 63 ચોગ્ગા અને 72 છગ્ગા ફટકાર્યા છે.

Breaking News: વિરાટ કોહલીએ નવા જૂતા લોન્ચ કર્યા, તેની ટેસ્ટ કારકિર્દી સાથે છે ખાસ કનેક્શન

Published On - 9:57 pm, Fri, 29 May 26

Follow Us