
IPL 2026માં આજે સિઝનના 66 મા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં CSKએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે GT આ મેચમાં પહેલા બેટિંગ કરશે. GT અને CSK બંને ટીમ આ સિઝનની 14 મી અને લીગ સ્ટેજની છેલ્લી મેચ રમી રહી છે. બંને ટીમ મેચ જીતવા પ્રયાસ કરશે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. દેખીતી રીતે પીચમાં થોડી ગતિ અને ઉછાળો છે અને આપણે શરૂઆતમાં તેનો ફાયદો ઉઠાવવા માંગીએ છીએ. અમારી ટીમમાં બે ફેરફારો છે. અકીલની જગ્યાએ ગુર્જપનીત અને પ્રશાંત વીરની જગ્યાએ મેથ્યુ શોર્ટ રમશે.
ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા. પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે જોયું છે કે અહીં ઝાકળ બહુ નથી અને મને આંકડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ નથી. જો તમે પહેલા બેટિંગ કરો છો, તો ટીમોએ વધુ મેચ જીતી છે. અમારી ટીમમાં એક ફેરફાર છે. સાઈ કિશોરની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણા આજની મેચમાં રમશે.
સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકિપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, કાગીસો રબાડા, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ.
ઈમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, કુલવંત ખેજરોલિયા, કુમાર કુશાગ્રા.
સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, ડેવોલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, મેથ્યુ શોર્ટ, અંશુલ કંબોજ, નૂર અહમદ, સ્પેન્સર જોનસન, મુકેશ ચૌધરી, ગુર્જપનીત સિંહ.
ઈમ્પેક્ટ સબ્સ: કાર્તિક શર્મા, મેકનીલ નોરોન્હા, સરફરાઝ ખાન, કુલદિપ યાદવ, અમન ખાન.
Published On - 7:09 pm, Thu, 21 May 26