Breaking News : IPLમાં જીતનો મંત્ર મળ્યો, એક જ પેટર્ન પર સતત ચાર ટીમો જીતી

આઈપીએલમાં આ વર્ષે અત્યારસુધી 4 મેચ રમાઈ છે. તમામ ટીમ એક જ ફોર્મૂલામાં જીતતી જોવા મળી છે. આ સિલસિલો આગળ ક્યાં સુધી ચાલશે. તે જોવું ખુબ જ રસપ્રદ હશે. તો ચાલો જાણીએ વિજેતા ટીમની ફોર્મૂલા શું છે.

Breaking News : IPLમાં જીતનો મંત્ર મળ્યો, એક જ પેટર્ન પર સતત ચાર ટીમો જીતી
| Updated on: Apr 01, 2026 | 10:51 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ આ સીઝનમાં અત્યારસુધી 4 મેચ રમાઈ ચૂકી છે. એવું લાગે છે કે, પહેલા જ કેટલીક મેચમાં જીતનો મંત્ર ટીમને મળી ગયો છે. અત્યારસુધી જે મેચ રમાઈ છે. તે તમામ એક જ પેટર્નમાં જોવા મળી રહી છે. જે રોમાંચક છે. હવે એ જોવાનું રહેશે કે, આ ફોર્મુલા ક્યાં સુધી ચાલે છે. તો તમને જણાવી દઈએ કે, આ જીતનો મંત્ર શું છે અને કઈ રીતે તમામ ટીમ જીતવામાં સફળ રહી છે.

 

 

અત્યારસુધી રમાયેલી 4 મેચમાં શું થયું

આ વર્ષે આઈપીએલની પહેલી મેચ 28 માર્ચના રોજ બેંગ્લુરુમાં આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે 201 રન બનાવ્યા હતા. આરસીબીએ આ મેચ 6 વિકેટથી જીતી હતી. બીજી મેચ કેકેઆર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરી કેકેઆરે 220 રન બનાવ્યા હતા. મુંબઈએ આ મેચ 6 વિકેટથી જીતી હતી. ત્રીજી મેચ સીએસકે અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. જેમાં સીએસકે 127 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે 8 વિકેટથી આ મેચ જીતી હતી. ચોથી મેચ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ચંદીગઢમાં રમાઈ હતી.પહેલા બેટિંગ કરી ગુજરાત ટાઈટન્સે 162 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સે 3 વિકેટથી જીત મેળવી હતી.

 

 

આ વર્ષે જીતની આ ફોર્મૂલા ચાલી રહી છે

હવે તમે સમજી ગયા હશો. જો નહીં, તો ચાલોતમને વિસ્તારથી સમજાવીશું. એવું છે કે, દરેક ટીમે રનનો પીછો કરીને મેચ જીતી છે. આનો અર્થ એ છે કે બીજી બેટિંગ કરતી ટીમ જીતી રહી છે. વધુમાં, ઘરઆંગણાની ટીમ જીતી રહી છે. આનો અર્થ એ છે કે, જે પણ ટીમ ઘરઆંગણે મેચ રમી રહી છે તે જીતી રહી છે. એટલું જ નહીં, જે ટીમ ટોસ જીતે છે તે પણ મેચ જીતી રહી છે. અત્યાર સુધીની ચાર મેચોમાં આવી જ પેટર્ન જોવા મળી છે. આ ટ્રેન્ડ કેટલો સમય ચાલુ રહેશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ માટે, ટોસ નક્કી કરી રહ્યું છે કે કઈ ટીમ જીતશે અને કઈ હારશે. એકંદરે, બધું ખૂબ જ રસપ્રદ છે.

આજે લખનૌ અને દિલ્હી કેપિટલ્સ મેચ

આજે બુધવારે, લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ છે. જો પાછલો ટ્રેન્ડ ચાલુ રહેશે, તો તમને પહેલાથી જ ખબર પડી જશે કે આ મેચ કઈ ટીમ જીતશે અને કઈ હારશે. જોકે, ચાર મેચ પછી વર્તમાન પેટર્ન ચાલુ રહેશે કે બદલાશે તેની કોઈ ગેરંટી નથી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Published On - 10:33 am, Wed, 1 April 26

Follow Us