Breaking News: IPL 2026ની પહેલી મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો કેવી રીતે કરવું બુકિંગ

IPL 2026 ની શરૂઆત 28 માર્ચે જોરદાર મુકાબલાથી થવા જઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ આમને-સામને ટકરાશે. આ મેચ માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્ટેડિયમમાંથી મેચ જોવા માટે લોકો આતુર બન્યા છે. જાણો ટિકિટ બુકિંગ કેવી રીતે કરવું.

Breaking News: IPL 2026ની પહેલી મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો કેવી રીતે કરવું બુકિંગ
RCB vs SRH
Image Credit source: X
| Updated on: Mar 24, 2026 | 10:00 PM

IPL 2026 ની પહેલી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પોતાની હોમ ગ્રાઉન્ડ પર સિઝનની શરૂઆત કરશે, જેના કારણે આ મુકાબલો ખાસ બની ગયો છે. ચાહકોમાં શરૂઆતથી જ ભારે ઉત્સાહ છે.

વિરાટ કોહલીનો ક્રેઝ

આ મેચમાં વિરાટ કોહલીનું ખાસ આકર્ષણ રહેશે. લાંબા સમય બાદ કોહલીને મેદાન પર જોવા માટે ચાહકો આતુર છે. બીજી તરફ SRH તરફથી આક્રમક બેટિંગ માટે જાણીતા અભિષેક શર્મા, ઇશાન કિશન અને હેનરિક ક્લાસેન પણ દર્શકોને મનોરંજન પૂરું પાડશે.

ચાહકોને સાવધાન રહેવાની સલાહ

ટિકિટ ખરીદવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે આ મેચની ટિકિટ ફક્ત RCB ની સત્તાવાર વેબસાઇટ અને એપ્લિકેશન પરથી જ ઉપલબ્ધ રહેશે. અન્ય કોઈ પ્લેટફોર્મ પરથી ટિકિટ ખરીદવાથી છેતરપિંડીનો ભય રહે છે, તેથી ચાહકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.

ટિકિટ બુકિંગ કેવી રીતે કરવી?

ટિકિટ બુકિંગ પ્રક્રિયા ખૂબ સરળ રાખવામાં આવી છે. સૌથી પહેલા સત્તાવાર પ્લેટફોર્મ shop.royalchallengers.com અથવા RCB એપ પર જઈને લોગિન કરવું, ત્યારબાદ પસંદગી મુજબ સ્ટેન્ડ અને સીટ પસંદ કરવી. પછી જરૂરી સંખ્યામાં ટિકિટ પસંદ કરીને ઓનલાઈન ચુકવણી કરવાથી ઈ-ટિકિટ મળી જશે.

3,750 થી 47,000 રૂપિયા ટિકિટનો ભાવ

ટિકિટના ભાવોની વાત કરીએ તો, સામાન્ય ટિકિટ ₹3,750 થી શરૂ થાય છે. જ્યારે પ્રીમિયમ અને VIP કેટેગરીમાં ભાવ ₹47,000 સુધી જાય છે. ડાયનેમિક પ્રાઈસિંગ હેઠળ કેટલીક ટિકિટો ₹65,800 સુધી પહોંચી શકે છે, જે દર્શાવે છે કે આ ટિકિટની ખૂબ માંગ છે.

મેટ્રોમાં મફત મુસાફરીની સુવિધા

ખાસ વાત એ છે કે મેચના દિવસે ટિકિટ ધારકોને મેટ્રોમાં મફત મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે. આ સુવિધા દર્શકોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં સરળતા આપશે અને ટ્રાફિકની સમસ્યાથી પણ રાહત મળશે.

Breaking News : એક સ્થાન અને ચાર દાવેદાર, ODI વર્લ્ડ કપ 2027 માટે ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ટક્કર

Published On - 9:58 pm, Tue, 24 March 26

Follow Us