Breaking News: IPL 2026 ફાઈનલમાં RCB-ગુજરાત આમને-સામને, જાણો હેડ-ટુ-હેડમાં કોનો છે દબદબો?

IPL 2026ની ફાઈનલમાં RCB અને GT વચ્ચે જંગ જામશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા આ મહામુકાબલામાં બંને ટીમો બીજી વખત IPL ટ્રોફી જીતવાનું સપનું સાકાર કરવા ઉતરશે. બંને ટીમો વચ્ચે ટક્કરનો મુકાબલો જોવા મળવાની પૂરી શક્યતા છે. ફાઈનલ પહેલા બંને ટીમના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર એક નજર કરીએ.

Breaking News: IPL 2026 ફાઈનલમાં RCB-ગુજરાત આમને-સામને, જાણો હેડ-ટુ-હેડમાં કોનો છે દબદબો?
IPL 2026 Final RCB vs GT
Image Credit source: X/IPL
| Updated on: May 30, 2026 | 7:18 PM

IPL 2026 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. લાંબી અને રોમાંચક સિઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઈટન્સ (GT) ફાઈનલમાં આમને-સામને ટકરાવા તૈયાર છે. 30 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં બંને ટીમો બીજી વખત IPL ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. ચાહકોને એક વધુ યાદગાર અને હાઈ-વોલ્ટેજ મુકાબલાની અપેક્ષા છે.

RCB vs GT હેડ-ટુ-હેડ રેકોર્ડ

RCB અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL ઈતિહાસમાં અત્યાર સુધી કુલ નવ મેચ રમાઈ છે. તેમાં RCBએ પાંચ મેચ જીતી છે, જ્યારે ગુજરાતે ચાર મુકાબલામાં જીત મેળવી છે. આ આંકડા દર્શાવે છે કે બંને ટીમો વચ્ચે હંમેશા ટક્કર નો મુકાબલો જોવા મળશે અને કોઈપણ ટીમને સ્પષ્ટ રીતે ફેવરિટ ગણાવી શકાય તેમ નથી.

ક્વોલિફાયર-1 માં RCB એ GT ને હરાવ્યું

ક્વોલિફાયર 1 માં RCB એ ગુજરાત સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. RCB એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 254 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. કેપ્ટન રજત પાટીદારે માત્ર 33 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 43 અને કૃણાલ પંડ્યાએ 43 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

 

ગુજરાત પાસે હારનો બદલો લેવાની તક

આ વિશાળ લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સની ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાહુલ તેવતિયાએ 68 રનની લડાયક ઈનિંગ રમી હતી, પરંતુ અન્ય બેટ્સમેન ખાસ અસર છોડી શક્યા નહોતા. હવે ફાઈનલમાં ગુજરાત પાસે તે હારનો બદલો લેવાની મોટી તક રહેશે.

GT ને હોમ ગ્રાઉન્ડનો ફાયદો

ગુજરાત ટાઈટન્સ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેનું હોમ ગ્રાઉન્ડ છે. અમદાવાદની પરિસ્થિતિઓ અને પિચ અંગે ટીમને સારી સમજ છે. ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સ સામે શુભમન ગિલે 104 રનની શાનદાર સદી ફટકારી હતી, જ્યારે સાઇ સુદર્શને પણ મહત્વપૂર્ણ અડધી સદી નોંધાવી હતી.

 

RCB જોરદાર ફોર્મમાં

બીજી તરફ RCB પણ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. બેટિંગમાં કોહલી, રજત પાટીદાર અને કૃણાલ પંડ્યા મજબૂત દેખાઈ રહ્યા છે, જ્યારે બોલિંગમાં જેકબ ડફી અને ભુવનેશ્વર કુમારે અસરકારક પ્રદર્શન કર્યું છે. બંને ટીમો સંતુલિત દેખાતી હોવાથી ફાઇનલમાં ચાહકોને રોમાંચથી ભરપૂર મુકાબલો જોવા મળી શકે છે.

Breaking News: IPL 2026 બાદ 15 વર્ષનો યુવા સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી હવે ફરી ક્યારે મેદાનમાં રમતો જોવા મળશે?

Published On - 7:16 pm, Sat, 30 May 26

Follow Us