
આઈપીએલ 2026માં 24મેના રોજ રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 30 રનથી હરાવી પ્લેઓફમાં સ્થાન પાક્કું કર્યું છે. રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. આ પહેલા આરસીબી, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પ્લેઓફની ટિકિટ મેળવી હતી. પ્લેઓફની પહેલી ક્વોલિફાયર આરસીબી અને ગુજરાત વચ્ચે 26 મેના રોજ રમાશે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. તો પ્લેઓફની એલિમિનેટર મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 27 મેના રોજ રમાશે.
આ મેચ જીતનારી ટીમ ક્વોલિફાયર-2માં પહોંચશે. 29 એપ્રિલના રોજ ક્વોલિફાયર 2ની મેચ રમાશે. જેના માટે હજુ સુધી ટીમ નક્કી થઈ નથી. 31મેના રોજ આઈપીએલ 2026ની ફાઈનલ મેચ રમાશે. પ્લેઓફની તમામ મેચ ભારતીય સમયઅનુસાર 7 30 કલાકે રમાશે.
ક્વોલિફાયર 1 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 26 મેના રોજ હિમાચલ ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમ ધર્મશાળામાં રમાશે. એલિમિનેટર મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલસ વચ્ચે મહારાજા યાદવિદ્ર સિંહ સ્ટેડિયમ ચંદીગઢમાં રમાશે. ક્વોલિફાયર 2 ચંદીગઢમાં રમાશે. તેમજ આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. વિજેતા ટીમને ચમકતી IPL 2026 ટ્રોફી મળશે.
IPL 2026 સીઝનમાં ફરી એકવાર ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નું વર્ચસ્વ જોવા મળ્યું, જેણે શરૂઆતમાં જ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ ધીમી શરૂઆતથી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. ત્રણેય ટીમોએ નવ જીત સાથે 18-18 પોઈન્ટ મેળવ્યા, પરંતુ નેટ રન રેટને કારણે RCB પ્રથમ, GT બીજા અને SRH ત્રીજા સ્થાને રહી. રાજસ્થાન ચોથા સ્થાને છે.