
દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં ખરેખર આઘાતજનક ઘટના બની. દિલ્હીની નબળી બેટિંગ વચ્ચે ધૂળના તોફાન અને તેની સાથે આવેલા કચરાને કારણે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ થોડા સમય માટે રોકવી પડી. દિલ્હીની ઇનિંગ દરમિયાન પાવરપ્લે સમાપ્ત થતાંની સાથે જ સ્ટ્રેટેજિક ટાઇમ-આઉટ લેવામાં આવ્યો, અને આ સમય દરમિયાન એક ભયંકર તોફાન આવ્યું. આ તોફાનથી આખા સ્ટેડિયમમાં ધૂળ ફેલાઈ ગઈ અને ત્યાં કચરો પણ ઉડવા લાગ્યો. આ કચરો આખા મેદાનમાં ફેલાયો, જેના કારણે મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી.
તોફાન પછી ફેલાયેલા કચરાને કારણે દિલ્હીના બેટ્સમેનોને મુશ્કેલી પડી. બેટ્સમેન અભિષેક પોરેલની આંખોમાં ધૂળના કણો પણ ગયા, જેને પછી RCBના ખેલાડીઓએ સાફ કર્યા. તોફાનને કારણે સ્ટેડિયમમાં વિઝીબિલિટી પણ ઓછી થઈ ગઈ. વધુમાં, દિલ્હીની બેટિંગ દરમિયાન મેદાન પર દિલ્હીના ધ્વજ પડેલા જોવા મળ્યા.
અરુણ જેટલી સ્ટેડિયમમાં વાવાઝોડા પહેલા RCBના બોલરોએ તોફાન મચાવ્યું. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે મળીને દિલ્હીનો ટોપ ઓર્ડરધ્વસ્ત કર્યો. આ મેચમાં દિલ્હીએ માત્ર 8 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી, જે IPL ઇતિહાસનો સૌથી ઓછો પાવરપ્લે સ્કોર હતો. દિલ્હીએ પાવરપ્લેમાં ફક્ત 13 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સે પ્રથમ ઓવરમાં સાહિલ પારખની વિકેટ ગુમાવી. ત્યારબાદ કેએલ રાહુલને હેઝલવુડે આઉટ કર્યો. સમીર રિઝવી પણ પહેલા જ બોલ પર આઉટ થયો. ટ્રિસ્ટન સ્ટબ્સ 5, અક્ષર પટેલ 0 અને નીતિશ રાણા ફક્ત 1 રન બનાવી આઉટ થયો.