
IPL 2026 ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઈટન્સે મેચની શરૂઆત આક્રમક રીતે કરી, જેમાં ટોપ-ઓર્ડરે મજબૂત પ્રદર્શન કર્યું. ઈંગ્લેન્ડના સ્ટાર બેટસમેન જોસ બટલર આ વિસ્ફોટક શરૂઆતનો હીરો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરતા, તેણે ધમાકેદાર ઈનિંગસ રમી, સાથે જ T20 ક્રિકેટમાં મોટી સિદ્ધિ પણ હાંસલ કરી.
આ મેચમાં જોસ બટલરે માત્ર 27 બોલમાં 52 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં બટલરે માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા, જેનો સ્ટ્રાઈક રેટ 192.59 હતો. આ અડધી સદી બટલર માટે ખાસ હતી,કારણ કે તેણે IPL 2026 માં તેની છેલ્લી બે ઈનિંગ્સમાં મોટો સ્કોર બનાવ્યો ન હતો. તે સારું ફોર્મ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેણે દિલ્હીમાં જોરદાર વાપસી કરી હતી.
Aate hi 50 bana liye, Jos Bhai! pic.twitter.com/26A65mTXMq
— Gujarat Titans (@gujarat_titans) April 8, 2026
આ ઈનિંગ દરમિયાન જોસ બટલરે બીજો એક મોટો રેકોર્ડ બનાવ્યો. તેણે T20 ક્રિકેટમાં 600 છગ્ગા પૂરા કર્યા. આ સિદ્ધિ સાથે, તે T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
Jos Buttler completed 600 Sixes in T20s.
Most Sixes in T20s
️ 1056 – Chris Gayle (455 Inns)
️ 982 – Kieron Pollard (652)
️ 784 – Andre Russell (508)
️ 712 – Nicholas Pooran (418)
600* – Jos Buttler (467)
595 – Alex Hales (523)
582 – Colin Munro (444)
571…— CricketGully (@thecricketgully) April 8, 2026
તેની બેટિંગ માટે ફેમસ બટલર વૈભવ સૂર્યવંશીનો મોટો ફેન પણ છે. તાજેતરમાં, તે વૈભવ સૂર્યવંશીને મળ્યો અને તેના વખાણ કર્યા હતા. એક ટ્રેનિંગ સેશન દરમિયાન, બટલરે કહ્યું હતું કે વૈભવ મેં જોયેલો શ્રેષ્ઠ ખેલાડી છે. કલ્પના કરો, જ્યારે તે 21 કે 25 વર્ષનો થશે, ત્યારે આખી દુનિયા તેના હાથમાં હશે.