
IPL 2026 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોને નિરાશા સિવાય કંઈ મળ્યું નહીં. ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની સતત 13 મેચ ન રમ્યો. વધુમાં સમગ્ર સિઝન દરમિયાન ટીમનું પ્રદર્શન ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું, જેના કારણે તેઓ પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આટલું પૂરતું ન હતું, તો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના અસાધારણ બેટિંગ પ્રદર્શને આ દુઃખમાં વધારો કર્યો.CSKનો કેપ્ટન આ સિઝનમાં પાવરપ્લેમાં સૌથી ધીમો બેટ્સમેન સાબિત થયો છે.
સોમવાર, 18 મેના રોજ ચેપોક સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ ટીમ માટે કરો યા મરો જેવી મેચ હતી, કારણ કે તેઓ પ્લેઓફની રેસમાં પહેલાથી જ પાછળ હતા. પહેલા બેટિંગ કરતા ટીમને સનરાઈઝર્સની મજબૂત બેટિંગ લાઈન-અપ સામે મોટો સ્કોર બનાવવાની જરૂર હતી, અને કેપ્ટન ગાયકવાડ માટે આ તેની બેટિંગ કુશળતા દર્શાવવાની સારી તક હતી.
પરંતુ ચેન્નાઈની ઈનિંગ શરૂ થતા જ ગાયકવાડનું ભાગ્ય આ સિઝન દરમિયાન જેવું રહ્યું હતું તેવું જ રહ્યું. જ્યારે દરેક બેટ્સમેન પાવરપ્લેમાં વિસ્ફોટક બેટિંગ કરે છે, અને આ સિઝનમાં લગભગ બધા જ આકમક બેટિંગ કરવામાં સફળ રહ્યા છે, પણ ગાયકવાડ આમ કરવામાં નિષ્ફળ ગયો. તેણે પ્રથમ છ ઓવરમાં 11 બોલનો સામનો કર્યો અને ફક્ત નવ રન બનાવ્યા.
Ruturaj Gaikwad dismissed for 15 from 21 balls. pic.twitter.com/s3F8NJ7Au4
— Johns. (@CricCrazyJohns) May 18, 2026
આમ, ગાયકવાડ IPL 2026 માં પાવરપ્લેમાં સૌથી ધીમો બેટ્સમેન સાબિત થયો છે. આ સિઝનમાં પાવરપ્લેમાં ઓછામાં ઓછા 100 બોલનો સામનો કરનારા તમામ બેટ્સમેનોમાં ગાયકવાડનો સ્ટ્રાઈક રેટ સૌથી ઓછો છે. ચેન્નાઈના કેપ્ટને 13 ઈનિંગ્સમાં પાવરપ્લેમાં માત્ર 124.6 ના સ્ટ્રાઈ ક રેટથી 182 રન બનાવ્યા છે. તેના પછી કોલકાતાનો અંગક્રિશ રઘુવંશી (129 રન, 126.5 સ્ટ્રાઈક રેટ) નો નંબર આવે છે.
સનરાઈઝર્સ સામેની આ ઈનિંગમાં પણ ઋતુરાજ ગાયકવાડ 21 બોલમાં માત્ર 15 રન બનાવીને આઉટ થયો હતો. ઈનિંગની શરૂઆત કરનાર ગાયકવાડ 12મી ઓવરમાં આઉટ થયો હતો, પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તેણે આ સમયગાળા દરમિયાન એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. ગાયકવાડ આ સિઝનમાં બે કે ત્રણ મેચમાં રન બનાવવામાં સફળ રહ્યો હોવા છતાં, સમગ્ર સિઝન તેના માટે ખરાબ સાબિત થઈ. તેણે 13 ઈનિંગમાં 31 ની સરેરાશથી ફક્ત 312 રન બનાવ્યા છે, જેમાં ફક્ત 28 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા છે. તેણે આ દરમિયાન બે અડધી સદી પણ ફટકારી છે.