Breaking News: IPL 2026: CSK ને મળ્યો નવો ફાસ્ટ બોલર, ખલીલ અહમદનો રિપ્લેસમેન્ટ મળી ગયો

IPL 2026: ચેન્નઈ સુપર કિંગ્સે ફાસ્ટ બોલર ખલીલ અહેમદનો વિકલ્પ શોધી કાઢ્યો છે. આ તરફ RCB એ IPL 2026 ની બાકીની મેચો માટે નુવાન તુષારાના સ્થાને ઇંગ્લેન્ડના રિચાર્ડ ગ્લીસનને કરારબદ્ધ કર્યો છે.

Breaking News: IPL 2026: CSK ને મળ્યો નવો ફાસ્ટ બોલર, ખલીલ અહમદનો રિપ્લેસમેન્ટ મળી ગયો
| Updated on: May 15, 2026 | 6:31 PM

IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બંનેને રિપ્લેસમેન્ટ ખેલાડીઓ મળ્યા છે. CSK ના ફાસ્ટ બોલર ખલીલ અહેમદને જમણા ક્વાડ્રિસેપ્સમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ગયા મહિને લીગમાંથી બહાર થઈ ગયો હતો. આ તરફ શ્રીલંકાના નુવાન થુષારા IPL 2026 માં ભાગ લઈ શક્યા ન હતા કારણ કે તેમને તેમના રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ તરફથી જરૂરી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યું ન હતું.

કુલદીપ યાદવ CSK સાથે જોડાયો

ખલીલ અહેમદના સ્થાને ટીમમાં ડાબા હાથના ફાસ્ટ બોલર કુલદીપ યાદવને કરારબદ્ધ કર્યો છે. 29 વર્ષીય કુલદીપ યાદવ અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે ત્રણ મેચ રમી ચૂક્યો છે. 2021 અને 2023 સીઝન દરમિયાન રમાયેલી તે ત્રણ મેચોમાં તેણે બે વિકેટ ઝડપી હતી. IPL દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી છે કે કુલદીપ ₹30 લાખની ફી સાથે CSKમાં જોડાયો છે.

 CSK અને MI માટે રમી ચુક્યો છે ગ્લીસન

રિચાર્ડ ગ્લીસન ₹1.6 કરોડના ભાવે RCBમાં જોડાશે. આ ઇંગ્લિશ ફાસ્ટ બોલરે 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં નવ વિકેટ લીધી છે. તે અગાઉ લીગની 2024 અને 2025 સીઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અને 2025માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો. 38 વર્ષીય ગ્લીસનના નામે ત્રણ IPL મેચોમાં બે વિકેટ છે. તાજેતરમાં સમાપ્ત થયેલી પાકિસ્તાન સુપર લીગ (PSL) માં, ગ્લીસને ઇસ્લામાબાદ યુનાઇટેડ માટે રમતી વખતે નવ મેચોમાં 12 વિકેટ લીધી હતી.

Trump-Jinping Meeting: અબજો ડોલરની ડીલ માટે બે કટ્ટર હરીફો એક મંચ પર… વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દુનિયાની નજર

Published On - 6:30 pm, Fri, 15 May 26

Follow Us