
આઈપીએલ 2026ની સીઝન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ગુજરાત ટાઈટન્સની મેચ સાથે પૂર્ણ થઈ છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ખિતાબી મેચમાં આરસીબીએ 5 વિકેટથી જીત મેળવી ચેમ્પિયન બની હતી. આઈપીએલની આ સીઝન અનેક રીતે યાદગાર પણ રહી છે. આ સીઝનમાં મોટા સ્કોર જોવામળ્યો હતો. તો કેટલાક નવા ખેલાડીઓની શાનદાર રમત જોવા મળી હતી. પરંતુ આ સીઝન વિવાદોમાં પણ રહી હતી.
રાજસ્થાન રોયલ્સના 24 વર્ષના કેપ્ટન રિયાન પરાગે ન્યુ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચ દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. તેમણે રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રુમમાં વેપનો ઉપયોગ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ તેના પર કાર્યવાહી પણ કરી હતી અને દંડ ફટકાર્યો હતો.
ત્યારબાદ પંજાબ કિંગ્સનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ વેપિંગ વિવાદના કારણે ચર્ચામાં આવ્યો હતો. ચહલનો ફ્લાઈટમાં વેપિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો અર્શદીપ સિંહના બ્લોગમાંથી સામે આવ્યો હતો.
આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રોમાંચક મેચ બાદ વિવાદ થયો હતો. જેમાં ટિમ ડેવિડે અભદ્ર ઈશારો કર્યો હતો. આ વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદ અને આરસીબી વચ્ચે મેચ દરમિયાન વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો.બોલાચાલી બાદ જ્યારે વિરાટ કોહલી મેચ બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના અન્ય ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. પરંતુ હેડ તરફ જોયું પણ ન હતુ. નજરઅંદાજ કર્યો હતો.
પ્રિન્સ યાદવે KKR ની ઇનિંગની પાંચમી ઓવર નાખી. ઓવરના છેલ્લા બોલ પર અંગક્રિશ રઘુવંશીએ મિડ-ઓન તરફ બેક-ઓફ-લેન્થ શોટ રમ્યો અને રન લેવા દોડવા લાગ્યો. જોકે, મોહમ્મદ શમીએ બોલ પકડી લીધો અને રઘુવંશી અડધે રસ્તે અટકીને પાછો ફર્યો, રઘુવંશીને રન આઉટ કરવા માટે શમીએ થ્રો કર્યો અને અને રઘુવંશીએ ડાઇવ મારી. જોકે, બોલ રઘુવંશીના શરીર પર વાગ્યો. જે બાદ વિવાદ થયો.