
આઈપીએલ 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ માત્ર 29 બોલમાં 97 રનની ઈનિગ્સ રમી હતી. આ ઈનિગ્સ રમી ધમાલ મચાવી હતી. પોતાની આ ઈનિગ્સમાં 12 સિક્સ ફટકારી વૈભવ ટી20 ક્રિકેટના બાદશાહ ક્રિસ ગેલનો એક આઈપીએલ સીઝનમાં સૌથી વધારે 59 સિક્સ ફટકારવાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ અત્યારસુધી કુલ 65 સિક્સ ફટકારી ચૂક્યો છે. પોતાનો આ ઐતિહાસિક રેકોર્ડ તુટતા જોઈ ખુદ યુનિવર્સ બોસ ક્રિસ ગેલે આ 15 વર્ષના છોકરાનો ચાહક બન્યો છે. ક્રિસ ગેલે ખુદ સોશિયલ મીડિયા પર બોડકાસ્ટ સ્ક્રીનના 2 ફોટો શેર કરતા વૈભવ સૂર્યવંશીના વખાણ કર્યા છે.
What a phenomenal player Vaibhav is. Great entertainment young man! New Six machine @IPL pic.twitter.com/ofElAousF7
— Chris Gayle (@henrygayle) May 27, 2026
ક્રિસ ગેલે મેચ બાદ પોતાના સોશિયલ મીડિયા પર વૈભવ સૂર્યવંશીના ગ્રાફિક્સનો ફોટો શેર કર્યો જેમાં મોટા અક્ષરોમાં લખ્યું ‘ UNIVERSAL BABY BOSS ‘ લખ્યું હતુ. વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોી ગિલે લખ્યું વૈભવ કેટલો અદ્દભૂત ખેલાડી છે. યુવા ખેલાડી,શાનદાર મનોરંજન, ન્યુ સિક્સ મશીન, ક્રિસ ગેલ દ્વારા કોઈ પણ યુવા ભારતીય બેટ્સમેનને ન્યુ સિક્સ મશીનનો ટેગ આપવો એ સાબિત કરે છે કે, વૈભવ સૂર્યવંશીએ ક્યા સ્તરની પાવર-હિટિંગ રજુ કરી છે.
ક્રિસ ગેઇલ દ્વારા શેર કરાયેલા ફોટામાં આ સિઝન અને આ મેચના વૈભવ સૂર્યવંશીના 6 અદ્ભુત રેકોર્ડ્સ ટીવી સ્ક્રીન પર દેખાય છે, જેણે તેને “યુનિવર્સલ બેબી બોસ” બનાવ્યો છે.