Breaking News: UAEમાં જન્મેલા અને કર્ણાટક માટે ડોમેસ્ટિકમાં રમનાર ખેલાડીની અચાનક IPL માં એન્ટ્રી

IPL 2026 માટે ચેન્નાઈ સુપર કિંગ્સમાં એક નવો ખેલાડી જોડાયો છે. ટીમે ડેબ્યૂ મેચમાં ઘાયલ થયેલા રામકૃષ્ણ ઘોષના સ્થાને એક યુવા ખેલાડીની ટીમમાં સામેલ થવાની જાહેરાત કરી છે. UAEમાં જન્મેલા અને કર્ણાટક માટે રમનાર આ ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કર્યું છે.

Breaking News: UAEમાં જન્મેલા અને કર્ણાટક માટે ડોમેસ્ટિકમાં રમનાર ખેલાડીની અચાનક IPL માં એન્ટ્રી
Macneil Hadley Noronha in CSK
Image Credit source: X
| Updated on: May 13, 2026 | 9:39 PM

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2026 માટે ટીમમાં એક નવા ખેલાડીનો ઉમેરો કર્યો છે. ટીમે રામકૃષ્ણ ઘોષના સ્થાને ₹30 લાખમાં 24 વર્ષીય ઓલરાઉન્ડર મેકનીલ હેડલી નોરોન્હા સાથે કરાર કર્યો છે. IPL ડેબ્યૂમાં પગમાં ફ્રેક્ચર થયા બાદ ઘોષ આખી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાની એકમાત્ર મેચ રમી હતી. તે મેચમાં રામકૃષ્ણ ઘોષે 3 ઓવર ફેંકી કુલ 24 રન આપ્યા અને સૂર્યકુમાર યાદવના રૂપમાં પોતાની પહેલી IPL વિકેટ લીધી હતી.

 

મેકનીલ હેડલી નોરોન્હા કોણ છે?

મેકનીલ હેડલી નોરોન્હાનો જન્મ 23 સપ્ટેમ્બર, 2001 ના રોજ દુબઈમાં થયો હતો. તેના માતા-પિતા ભારતીય છે. તેણે બાળપણ UAEમાં વિતાવ્યું હતું. જોકે, 15 વર્ષની ઉંમરે તેને એક મુશ્કેલ નિર્ણયનો સામનો કરવો પડ્યો: કાં તો UAE માટે રમવું અથવા ભારતમાં કારકિર્દી બનાવવી. ત્યારબાદ તે ભારત આવ્યો. તેના પરિવારે પણ મોટું બલિદાન આપ્યું, તેની માતા પુત્રને ટ્રેનિંગમાં મદદરૂપ થવા દુબઈથી બેંગલુરુ શિફ્ટ થયા. આ દરમિયાન તેના પિતા દુબઈમાં ફેમિલી બિઝનેસ સંભાળતા રહ્યા.

 

ડોમેસ્ટિક ક્રિકેટમાં મચાવી ધમાલ

જમણા હાથનો આક્રમક ટોપ-ઓર્ડર બેટ્સમેન અને ઓફ-બ્રેક બોલર નોરોન્હા કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તે મહારાજા ટ્રોફીમાં મેંગલુરુ ડ્રેગન્સ અને ગુલબર્ગા મિસ્ટિક્સ તરફથી રમ્યો છે. તેણે 2024-25 નાયડુ ટ્રોફી દરમિયાન સમાચારમાં આવ્યો હતો. મેકનીલ હેડલી નોરોન્હાએ ત્રિપુરા સામે પોતાની ત્રીજી સદી ફટકારી હતી. આ મેચમાં તેણે એકલાએ 345 રન બનાવ્યા હતા, જેમાં 25 છગ્ગા અને 23 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

 

ચેન્નાઈ સુપર કિંગ્સની અપડેટ ટીમ

સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વીલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રુઈસ, જેમી ઓવરટોન, અકેલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુર્જપનીત સિંહ, એમએસ ધોની, મેટ હેનરી, સરફરાઝ ખાન, મેથ્યુ શોર્ટ, શ્રેયસ ગોપાલ, શિવમ દુબે, રાહુલ ચહર, સ્પેન્સર જોન્સન, આકાશ માધવાલ, અમન ખાન, ઝાચેરી ફોલ્કેસ, પ્રશાંત વીર, મેકનીલ હેડલી નોરોન્હા.

Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us