Breaking News : રિષભ પંત IPLમાં સૌથી મોંઘો કેપ્ટન, કયા કેપ્ટનને મળ્યો સૌથી ઓછો પગાર? જાણો

આઈપીએલમાં આ વર્ષે જે 10 કેપ્ટનો છે. તેમાંથી સૌથી વધારે પગાર રિષભ પંતનો છે. જેના પર ટીમે 27 કરોડ ખર્ચ્યા હતા. પરંતુ સૌથી ઓછો પગાર કોનો છે, ચાલો આજે આપણે વિસ્તારથી જાણીએ.

Breaking News : રિષભ પંત IPLમાં સૌથી મોંઘો કેપ્ટન, કયા કેપ્ટનને મળ્યો સૌથી ઓછો પગાર?  જાણો
| Updated on: Mar 27, 2026 | 10:30 AM

આઈપીએલની રમત હોય અને પૈસાની વાત ન આવે તેવું બની શકે નહી. આખી રમત પૈસા પર છે. દર વર્ષે કેટલાક ખેલાડીઓ એક ટીમમાંથી બીજી ટીમમાં જાય છે. આની પાછળ પૈસા પણ એક મુખ્ય કારણ કહી શકાય. આ વર્ષે આઈપીએલની પહેલી મેચ 28 માર્ચના રોજ રમાશે. આ પહેલા તમને જણાવી દઈએ કે, આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી કોણ છે અને સૌથી સસ્તો ખેલાડી કોણ છે. ચાલો તમને આઈપીએલમાં કેપ્ટનોના પગાર વિશે જણાવું.

પંત આઈપીએલ 2026નો સૌથી મોંઘો કેપ્ટન

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દર વર્ષે કેપ્ટન પણ બદલાતા રહે છે. જ્યારે ખેલાડી એક ટીમમાંથી બીજી ટીમમાં જાય છે તો. કેપ્ટન પણ બદલાય છે. કેટલીક ટીમ પોતાના કેપ્ટનોને મોટો પગાર આપે છે. તો કેટલીક ટીમ ઓછા પૈસામાં કેપ્ટનની પસંદગી કરે છે. આ વચ્ચે પંત ભલે ગત્ત વર્ષે આઈપીએલમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી પરંતુ તે આઈપીએલનો સૌથી ખેલાડી બન્યો છે. આ વર્ષે તે પણ પોતાની ટીમ લખનૌ સુપર જાયન્ટસની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. આ વર્ષે તે તમામ 10 કેપ્ટનોથી વધારે પગાર લઈ રહ્યો છે.

IPL 2026 કેપ્ટનના પગાર

  • રિષભ પંત: 27 કરોડ: લખનૌ સુપર જાયન્ટ્સ
  • શ્રેયસ અય્યર: 26.75: પંજાબ કિંગ્સ
  • ઋતુરાજ ગાયકવાડ: 18 કરોડ: સીએસકે
  • અક્ષર પટેલ: 16.50: દિલ્હી કેપિટલ્સ
  • શુભમન ગિલ: 16.50: ગુજરાત ટાઇટન્સ
  • હાર્દિક પંડ્યા: 16.35: મુંબઈ ઈન્ડિયન્સ
  • રિયાન પરાગ: 14 કરોડ: રાજસ્થાન રોયલ્સ
  • ઈશાન કિશન: 11.25: SRH
  • રજત પાટીદાર: 11 કરોડ: RCB
  • અજિંક્ય રહાણે: 1.5 કરોડ: KKR

સૌથી ઓછો પગાર કોનો

લખનૌ સુપર જાયન્ટસે પંતને 27 કરોડમાં ખરીદ્યો છે. તો તે સૌથી મોંઘો કેપ્ટન બન્યો છે. હવે સૌથી સસ્તા કેપ્ટનની જો આપણે વાત કરીએ તો. આઈપીએલ 2026નો સૌથી સસ્તો કેપ્ટન અજિક્ય રહાણે છે. જેને કલકાતા નાઈટ રાઈડર્સે 1.5 કરોડમાં ખરીદ્યો છે. જે પંતથી ખુબ ઓછો પગાર છે.

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us