
IPL ની 19 મી સિઝનની 50 મી લીગ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન, લખનૌ સુપર જાયન્ટ્સે ત્રણ ફેરફારો કર્યા, જેમાં બે ખેલાડીઓ ઈજાને કારણે બહાર રહ્યા છે.
લખનૌનો ફાસ્ટ બોલર મોહસીન ખાન ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મયંક યાદવને તક મળે તેવી શક્યતા છે. જોશ ઈંગ્લિસ પણ ઈજાગ્રસ્ત થયો છે, અને તેના સ્થાને અર્શીન કુલકર્ણીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મણિમારન સિદ્ધાર્થના સ્થાને શાહબાઝ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોશ ઈંગ્લિસની ઈજા ટીમ માટે મોટો ફટકો છે.
જોશ ઈંગ્લિસે આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે ફક્ત એક જ મેચ રમી છે. તે મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી મેચમાં મેદાનમાં ઉતર્યો હતો. આ મેચ પહેલા તે ઉપલબ્ધ નહોતો. IPL હરાજી પહેલા ઈંગ્લિસે ફ્રેન્ચાઈઝીને તેના લગ્નને કારણે તેની મર્યાદિત ઉપલબ્ધતા વિશે જાણ કરી હતી, જેના કારણે તે IPLનો લગભગ અડધો ભાગ રમી શક્યો ન હતો.
Did LSG badly miss Josh Inglis this season after acquiring him for ₹8.60 crore? #IPL2026 #LSG #JoshInglis #Sportskeeda pic.twitter.com/H67rhESVcM
— Sportskeeda (@Sportskeeda) May 7, 2026
જોકે, હવે તે ફક્ત એક જ મેચ રમ્યા બાદ ઘાયલ થઈ ગયો છે. નોંધનીય છે કે હરાજીમાં લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ઈંગ્લિસને ખરીદવા માટે જોરદાર લડાઈ જોવા મળી હતી. હૈદરાબાદે તેના માટે 8.4 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી, પરંતુ આખરે લખનૌએ તેને 8.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મિશેલ માર્શ, અરશિન કુલકર્ણી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, દિગ્વેશ સિંહ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ.
Published On - 8:59 pm, Thu, 7 May 26