Breaking News: ફક્ત 48 કલાકનો સમય… BCCIની નવી ગાઈડલાઈન, બધી ટીમોએ કરવું પડશે આ કામ, પંજાબની ખાસ મિટિંગ

IPL 2026 માટે BCCI ની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. પંજાબ કિંગ્સ BCCI દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા અંગે તેમના ખેલાડીઓ સાથે ચર્ચા કરશે. BCCI એ બધી ટીમોને તેમના ખેલાડીઓ સાથે મીટિંગ કરવા અને લેખિત સંમતિ લેવા કહ્યું છે.

Breaking News: ફક્ત 48 કલાકનો સમય... BCCIની નવી ગાઈડલાઈન, બધી ટીમોએ કરવું પડશે આ કામ, પંજાબની ખાસ મિટિંગ
BCCI Guidelines Punjab Kings meeting
Image Credit source: X
| Updated on: May 09, 2026 | 8:24 PM

IPL 2026 ના મધ્યમાં BCCI એ બધી ટીમો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે ખેલાડીઓ, ટીમ અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝ માલિકોને લાગુ પડશે. પંજાબ કિંગ્સ ટીમ હવે ખેલાડીઓ સાથે આ ગાઈડલાઈન પર ચર્ચા કરી રહી છે. આ બેઠકમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને વ્લોગનો મુદ્દો પણ સામેલ હશે.

BCCIની ગાઈડલાઈન, પંજાબની મિટિંગ

પંજાબ કિંગ્સનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે વ્લોગ્સ અને રીલ્સ પોસ્ટ કરે છે, જે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પ્રવૃત્તિઓ BCCIના ધ્યાન પર આવ્યા પછી, ફ્રેન્ચાઈઝી હવે આવા વ્લોગ્સ અને રીલ્સ ફક્ત સત્તાવાર ચેનલો દ્વારા જ શેર કરી શકશે. એવામાં આ મીટિંગમાં અર્શદીપ સિંહને પર્સનલ વ્લોગિંગ માટે નાં પાડવામાં આવી શકે છે.

બેઠકમાં અર્શદીપ સિંહના વ્લોગિંગ પર ચર્ચા

અહેવાલો અનુસાર, PBKS એ હજુ સુધી ઔપચારિક રીતે અર્શદીપને વ્લોગિંગ બંધ કરવા કહ્યું નથી. ફ્રેન્ચાઈઝ શનિવારે સાંજે ધર્મશાળા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પછી ખેલાડીઓની મેટિંગ બોલાવશે. નવી ગાઈડલાઈનનું પાલન સુનિશ્ચિત કરવા માટે તમામ ખેલાડીઓ પાસેથી લેખિત સંમતિ માંગવામાં આવશે. એક અહેવાલ મુજબ, ફ્રેન્ચાઈઝના સહ-માલિક મીટિંગને સંબોધિત કરવાના હતા, પરંતુ હવે ફ્રેન્ચાઈઝના CEO સતીશ મેનન ખેલાડીઓને માહિતી આપશે.

48 કલાકની અંદર લેખિતમાં જાણ કરવી પડશે

તમને જણાવી દઈએ કે, દરેક ટીમે 48 કલાકની અંદર ખેલાડીઓ સાથે બેઠક યોજીને તેમને આ નિયમો વિશે જાણ કરવાની રહેશે અને બાદમાં BCCI ને લેખિતમાં પુષ્ટિ કરવાની રહેશે, જેના કારણે પંજાબ કિંગ્સે આ નિર્ણય લીધો છે.

BCCI એ કડક નિયમો બનાવ્યા

નવા નિયમો અનુસાર, ટીમ મેનેજરની પૂર્વ જાણકારી અને લેખિત પરવાનગી વિના કોઈ પણ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફના હોટલ રૂમમાં પ્રવેશ કરી શકશે નહીં. લેખિત પરવાનગી વિના કોઈ પણ મહેમાનને ખાનગી હોટલના રૂમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. વધુમાં, ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ માલિકો અને અધિકારીઓએ હોટલ અને સ્ટેડિયમમાં હંમેશા તેમના માન્ય કાર્ડ પહેરવા પડશે.

હની ટ્રેપિંગના જોખમ વિશે ચેતવણી

ટીમ માલિકો અને અધિકારીઓને મેચ દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મળવા, બોલવા અથવા સૂચનાઓ આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ ફ્રેન્ચાઈઝીઓને ટાર્ગેટેડ કોમ્પ્રોમાઈઝ અને હની ટ્રેપિંગના જોખમ વિશે પણ ચેતવણી આપવામાં આવી છે.

Breaking News: ગુજરાત સામે રાજસ્થાને અચાનક બદલ્યો કેપ્ટન, સ્ટાર ઓપનરને મળી મોટી જવાબદારી

Published On - 8:22 pm, Sat, 9 May 26

Follow Us