
IPL 2026ની શરૂઆત પહેલા CSKની ટીમ અને તેમના બેટિંગ ક્રમ વિશે ક્રિકેટ જગતમાં ચર્ચા શરુ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરે ટીમના સંભવિત બેટિંગ ક્રમ વિશે વાત કરતાં જણાવ્યું કે સંજુ સેમસનને ટોપ ઓર્ડરમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવવી જોઈએ.
સંજય બાંગરના મત મુજબ સેમસન માટે નંબર-3 પર બેટિંગ કરવી સૌથી યોગ્ય રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે આ સ્થાન પર બેટિંગ કરવાથી સેમસન ટીમના ઓપનરો અને મિડલ ઓર્ડર વચ્ચે સારું બેલેન્સ ઉભું કરી શકે છે અને ટીમની બેટિંગ વધુ મજબૂત બની શકે છે.
સંજય બાંગરે સૂચન કર્યું કે CSK માટે ઓપનિંગમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને તક આપવી જોઈએ. તેમનું માનવું છે કે ગાયકવાડે પોતાની કારકિર્દીમાં ઓપનર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેથી તેણે શરૂઆતમાં જ બેટિંગ કરવી જોઈએ.
Sanjay Bangar Sees Sanju Samson at No.3 in CSK’s Batting Order
Former India coach Sanjay Bangar has shared his thoughts on Chennai Super Kings’ possible batting lineup for IPL 2026, suggesting a strong and flexible top order.
“Ruturaj Gaikwad should bat at the top of the…
— Broken Cricket (@BrokenCricket) March 16, 2026
જો સંજુ સેમસન નંબર-3 પર બેટિંગ કરશે તો ત્યારબાદ મિડલ ઓર્ડરમાં ડેવોલ્ડ બ્રેવિસને ચોથા નંબર પર મોકલી શકાય છે. જ્યારે પાંચમા નંબર માટે શિવમ દુબે અથવા કાર્તિક શર્મા જેવા ખેલાડીઓ ટીમને વધુ મજબૂત બનાવી શકે છે.
આ ઉપરાંત બાંગરે CSKની બોલિંગ લાઈનઅપ વિશે પણ વાત કરી હતી. તેમના મુજબ લેગ સ્પિનર રાહુલ ચહર ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેના સાથે સ્પિન વિભાગમાં નૂર અહમદ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઉલ્લેખનીય છે કે સંજુ સેમસન 2025 માં ટ્રેડ ડીલ દ્વારા રાજસ્થાન રોયલ્સમાંથી CSKમાં જોડાયો હતો. આ ડીલમાં રવિન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાન ટીમમાં ગયા હતા. હવે IPL 2026માં સેમસન CSK માટે મહત્વપૂર્ણ ખેલાડી બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.