Breaking News: એક સમયે ફક્ત 30 લાખમાં વેચાયેલો, આજે માત્ર 28 વર્ષની ઉંમરે 16 હજાર કરોડની RCBનો માલિક

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLના ઇતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે, જેને ચાર અલગ-અલગ કંપનીઓ દ્વારા કુલ ₹16,600 કરોડમાં ખરીદવામાં આવી છે. 28 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરને ફ્રેન્ચાઇઝીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. એક સમયે માત્ર 30 લાખમાં વેચાયેલો ખેલાડી આજે 16 હજાર કરોડની ટીમનો માલિક બની ગયો છે.

Breaking News: એક સમયે ફક્ત 30 લાખમાં વેચાયેલો, આજે માત્ર 28 વર્ષની ઉંમરે 16 હજાર કરોડની RCBનો માલિક
Aryaman Birla (7)
Image Credit source: PTI/X
| Updated on: Mar 25, 2026 | 3:43 PM

ક્રિકેટમાં, નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે. ક્યારેક વર્ષો સુધી તક ન મળતો ખેલાડી આવતાની સાથે જ રેકોર્ડ બનાવે છે. ક્યારેક કોઈ તેજસ્વી અનુભવી ખેલાડી અચાનક ખરાબ રીતે નિષ્ફળ થવા લાગે છે. પરંતુ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા માલિક માટે નસીબમાં આવેલો બદલાવ અભૂતપૂર્વ રહ્યો છે.

ડીફેન્ડીંગ IPL ચેમ્પિયન RCB વેચાઈ ગઈ

ડીફેન્ડીંગ IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નવી સિઝન શરૂ થાય તે પહેલા વેચાઈ ગઈ છે અને હવે તેના ચાર નવા માલિકો છે. આ માલિકોમાંથી એક માત્ર 28 વર્ષનો છે અને એક સમયે IPL ટીમનો ભાગ હતો પરંતુ ક્યારેય ડેબ્યૂ કરી શક્યો નહીં. તેનું નામ આર્યમાન વિક્રમ બિરલા છે.

 

₹16,600 કરોડની બોલી લાગી

મંગળવાર, 24 માર્ચે, છેલ્લા કેટલાક મહિનાઓથી જેની રાહ જોવાઈ રહી હતી તે સમાચાર આવ્યા. ગયા વર્ષે પોતાનું પહેલું IPL ટાઇટલ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વેચાણની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી, અને 24 માર્ચે, તેને હસ્તગત કરનાર કન્સોર્ટિયમની પણ જાહેરાત કરવામાં આવી હતી. આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોને મળીને ₹16,600 કરોડની બોલી લગાવીને ફ્રેન્ચાઇઝી ખરીદી હતી.

28 વર્ષીય આર્યમાન બિરલા RCBનો ચેરમેન

આ સોદા પછી RCBમાં દરેક ટીમનો ચોક્કસ હિસ્સો કેટલો હશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ એક જાહેરાત આવી થઈ જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. વેચાણ પછી, એક પ્રેસ રિલીઝમાં જાહેરાત કરવામાં આવી કે આદિત્ય બિરલા ગ્રુપના ડિરેક્ટર આર્યમાન વિક્રમ બિરલા RCBના નવા ચેરમેન બનશે, અને આ આ વેચાણનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. બિરલા ગ્રુપના માલિક કુમાર મંગલમ બિરલાનો પુત્ર આર્યમાન માત્ર 28 વર્ષની ઉંમરે IPLની સૌથી મોંઘી ટીમનો માલિક બન્યો, જે પોતે જ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

 

બિઝનેસમાં જોડાતા પહેલા આર્યમાન ક્રિકેટર હતો

RCBના ચેરમેન તરીકે આર્યમાનની નિમણૂક એ માટે પણ ખાસ છે કારણ કે થોડા વર્ષો પહેલા તે પોતે ક્રિકેટર તરીકે IPLનો ભાગ હતો. તેના ફેમિલી બિઝનેસમાં જોડાતા પહેલા આર્યમન એક ક્રિકેટર હતો અને રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ માટે રમ્યો હતો. અહીં, તેણે 13 મેચમાં 450 રન બનાવ્યા.

IPL હરાજીમાં 30 લાખમાં RRએ ખરીદ્યો

આ સમય દરમિયાન, તેને 2018 ની IPL હરાજીમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તે સમયે આર્યમાન માત્ર 20 વર્ષનો હતો, પરંતુ તેમને આખી સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી, અને આ લીગમાં રમવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું. એક વર્ષ પછી, 2019 માં તેણે તેની છેલ્લી ઘરેલુ મેચ રમી અને તેના પિતા સાથે ફેમિલી બિઝનેસમાં જોડાયો.

RR વેચાઈ, આર્યમાન RCBનો ચેરમેન બન્યો

ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે આઠ વર્ષ પછી, આર્યમાન બિરલા IPL ની સૌથી મોંઘી ટીમનો માલિક બનશે. યોગાનુયોગ, રાજસ્થાન રોયલ્સના વેચાણની જાહેરાત થઈ તે જ દિવસે તેને RCB ના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

Breaking News: RCBના નવા માલિક આર્યમાન બિરલાએ માત્ર 22 વર્ષની ઉંમરે કેમ લીધી હતી ક્રિકેટમાંથી નિવૃત્તિ?

Follow Us
Loading...
Unable to load recommendations.