Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું

IPL 2026 સિઝન શરૂ થવા પૂર્વે જ એક અનોખો ઈતિહાસ રચાઈ ગયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન ભારતીય ખેલાડીઓ હશે. IPLના 19 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે વિદેશી કેપ્ટન વિના સમગ્ર લીગ રમાશે, જે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.

Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું
IPL 2026
Image Credit source: X/BCCI
| Updated on: Mar 25, 2026 | 8:50 PM

IPL 2026 શરૂઆત પહેલા જ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વખતે લીગમાં એક એવો રેકોર્ડ બનવાનો છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. તમામ 10 ટીમોની કમાન ભારતીય ખેલાડીઓના હાથમાં હશે, જે લીગના ઈતિહાસમાં મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવે છે.

તમામ ટીમોના કેપ્ટન ભારતીય

અગાઉ પણ કેટલીક સિઝનમાં તમામ ટીમોના કેપ્ટન ભારતીય રહ્યા હતા, પરંતુ તે સમયે ટીમોની સંખ્યા ઓછી હતી. હવે 10 ટીમો સાથે આ સિદ્ધિ પહેલીવાર પ્રાપ્ત થઈ છે, જે ભારતીય ક્રિકેટની મજબૂતી અને પ્રતિભાનું પ્રતિબિંબ છે.

 

કમિન્સ ઈજાગ્રસ્ત, ઈશાન કેપ્ટન

આ બદલાવ પાછળ એક મહત્વપૂર્ણ કારણ પેટ કમિન્સની ઈજા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તે ઉપલબ્ધ નહીં હોવાથી, ટીમની કમાન ઈશાન કિશનને સોંપવામાં આવી છે. આથી હવે તમામ ટીમો ભારતીય કેપ્ટન હેઠળ રમશે.

 

10 ટીમના 10 કેપ્ટન

આ સિઝનમાં રજત પાટીદાર (RCB), અજિંક્ય રહાણે (KKR), શ્રેયસ અય્યર (PBKS), રિષભ પંત (LSG), હાર્દિક પંડ્યા (MI), રિયાન પરાગ (RR), ઋતુરાજ ગાયકવાડ (CSK), અક્ષર ટીમ (DC) અને શુભમન ગિલ (GT) ટીમોની કપ્તાની કરશે. ખાસ વાત એ છે કે ઈશાન કિશનને પહેલીવાર IPLમાં (SRH) કેપ્ટનશીપ કરવાનો મોકો છે. જોકે, તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરી છે અને ઝારખંડને મોટી જીત અપાવી છે.

ભારતીય ક્રિકેટમાં નેતૃત્વ માટે પૂરતી પ્રતિભા

IPL 2026ની આ ખાસિયત દર્શાવે છે કે ભારતીય ક્રિકેટમાં નેતૃત્વ માટે પૂરતી પ્રતિભા છે. આ સિઝન યુવા કેપ્ટનો માટે પોતાની ક્ષમતા સાબિત કરવાનો સારો મોકો બની શકે છે અને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાને પણ મજબૂત નેતૃત્વ આપી શકે છે.

Breaking News: 31,000 કરોડમાં વેચાઈ RCB-રાજસ્થાન રોયલ્સ, જાણો BCCI ને કેટલા કરોડ રૂપિયા મળ્યા?

Follow Us