
આઈપીએલ 2026ની ફાઈનલ મેચને લઈ ચાહકો આતુર થયા છે. કઈ ટીમ જીતશે તે આજે ખબર પડશે. આઈપીએલ 2026ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની છે.તમને જણાવી દઈએ કે, અમદાવાદ ચોથી વખત આઈપીએલ ફાઈનલની મેજબાની કરી રહ્યું છે. તો ગુજરાતીઓમાં ક્રિકેટ અને આઈપીએલને લઈ ઉત્સાહ તો વધવાનો જ છે.અમદાવાદમાં આઈપીએલની ફાઈનલને લઈ હોટલ થી લઈ ફ્લાટના ભાવ વધી ગયા છે. આઈપીએલની ફાઈનલનો એટલો ક્રેઝ છે કે, ચાહકો ફાઈનલ પહેલા અમદાવાદ પહોંચી ગયા હતા.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઈટન્સની ટીમ શનિવારની સાંજે 10 કલાકે અમદાવાદ પહોંચી હતી. તેનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતુ. અને સ્વાભાવિક છે કે, ગુજરાતમાં મેચ રમાતી હોય અને આગતા-સ્વાગતા ન કરવામાં આવે તેવું બને નહી, ગુજરાતીઓ ખાવાના ખુબ શોખીન હોય છે. તેવો ગુજરાતમાં હોય કે, ગુજરાત બહાર જાય સામાનથી વધારે બેગમાં નાસ્તો રાખે છે. તેમજ ગુજરાતની મહેમાનગતિમાં પણ કાંઈ ઘટે નહી. તમને અનેક જાતના ભોજનો પીરસવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમ હોય કે, અન્ય ક્રિકેટ ટીમ જ્યારે પણ ગુજરાત આવે છે. ત્યારે ગુજરાતી ફુડનો આનંદ જરુર માણે છે.
ગુજરાત ટાઇટન્સ (GT) ટીમે ભારતમાં પાણીપુરી ખાવાને તેમની પરંપરા અને પ્રતિષ્ઠા ગણાવી છે. આ માહિતી ટીમના સત્તાવાર સોશિયલ મીડિયા અને ગુજરાત ટાઇટન્સ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવી હતી.
Parampara, Pratishtha, Panipuri when in India pic.twitter.com/i7Vw56sADJ
— Gujarat Titans (@gujarat_titans) May 30, 2026
ફાફડા,જલેબીથી લઈ થેપલા અને ખમણની ક્રિકેટરો મોજ માણતા હોય છે. તો આઈપીએલ 2026 માટે અમદાવાદ પહોંચી ગુજરાત ટાઈટન્સની ટીમે પાણી પુરીની મજા માણી હતી. આ વીડિયો ગુજરાત ટાઈટન્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.લોકો પણ કહી રહ્યા છે કે, ગુજરાત આવનાર દરેક ક્રિકેટરોને ગુજરાતી ફુડ ખુબ પસંદ આવે છે. માત્ર મહિલાઓને જ નહી પરંતુ ગુજરાત ટાઈટન્સની ટીમ પણ પાણીપુરીની શૌખીન છે.