
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલ 2026ની 19મી સીઝન રવિવારે 31 મેના રોજ પૂર્ણ થઈ છે. આ વખતે ટૂર્નામેન્ટના અનેક મોટા રેકોર્ડ પર પાણી ફર્યું છે. આઈપીએલના 18 વર્ષના ઈતિહાસમાં ન થયું તે આ સીઝનમાં થયું છે. રનથી લઈ વિકેટ અને સિક્સ થી લઈ સદીના રેકોર્ડ આ સીઝનમાં જોવા મળ્યા છે. વાત વ્યક્તિગત રેકોર્ડની હોય કે પછી ટીમના રેકોર્ડની. આઈપીએલ 2026 પૂર્ણ થયા પછી ચાલો જાણીએ ક્યા આ 10 રેકોર્ડ છે જે આ સીઝનમાં બન્યા અને તુટ્યા છે.
આઈપીએલની એક સીઝનમાં ક્યારે પણ આટલા રન બન્યા નથી. જેટલા આ સીઝનમાં બન્યા છે. કુલ 27450 રન આઈપીએલ 2026માં બન્યા છે. જે કોઈ પણ એક સીઝનમાં સૌથી વધારે છે. એખ વિકેટ માટે સૌથી વધારે રન ખર્ચ આ સીઝનમાં થયા.ટુંકમાં 31 થી વધારે રન ખર્ચ કર્યા બાદ બોલરોને એક વિકેટ મળી હતી. બોલરોએ પણ આ સીઝનમાં સૌથી વધારે રન બનાવ્યા છે.
આઈપીએલ 2026માં એક સીઝનમાં સૌથી વધારે સિક્સ ફટાકાવવાનો પણ રેકોર્ડ રહ્યો છે. આ સાથે એક સીઝનમાં પહેલી વખત 3-3 બેટ્સમેનોએ 700-700 થી વધારે રન બનાવ્યા છે. અત્યારસુધી એક સીઝનમાં માત્ર 2 બેટ્સમેનો જ આવું કરી શક્યા હતા. આ લિસ્ટમાં વૈભવ સૂર્યવંશી, શુભમન ગિલ અને સાંઈ સુદર્શનનું નામ સામેલ છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 વિકેટે પરાજય થયો. જેમણે આરસીબીની જીત જેમના નામે કરી છે. તે 11 લોકો ગત્ત વર્ષે બેંગ્લુરુમાં આરસીબીની વિક્ટ્રી પરેડ દરમિયાન મચેલી ભાગદોડમાં જીવ ગુમાવ્યો હતો.